Sun,05 May 2024,12:36 am
Print
header

ACB ટ્રેપ- આ ગ્રામસેવકે જેવા લાંચના 5 હજાર રૂપિયા લીધા કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં

છોટા ઉદેપુરઃ તાલુકા પંચાયતમાં કામ કરતા કરાર આધારિત ગ્રામ સેવક આ વખતે એસીબીની ઝપેટમાં આવી ગયા છે.પ્રવિણ કાળુભાઇ રાઠવા, ગ્રામસેવક, જેતપુર પાવી જુની તાલુકા પંચાયત,(કરાર આધારીત), જી.છોટાઉદેપુરને રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.

ફરીયાદીના ભાઇને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન પાસ થયું હતુ. જેનું કામ 6 મહિનામાં પુરૂ કરે તો તેને પ્રધાનમંત્રી આવાસ યોજના ધ્વારા બીજા રૂ.25 હજાર મળવાના હતા. જેમાં આરોપીએ 25 હજાર રૂપિયા પાસ કરવા માટે 11 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

અંતે 5 હજાર રૂપિયા લાંચ લેવાની નક્કિ થઇ હતી, પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા તૈયાર ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાતા આરોપીએ 5 હજાર રૂપિયા લીધા અને એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. આરોપીએ પેન્ટના ખિસ્સામાં જેવી લાંચની રકમ મુકી કે તરત જ એસીબીએ તેમને ઝડપીને લાંચના નાણાં રિકવર કર્યા હતા અને અટકાયત કરી હતી.

ટ્રેપિંગ અધિકારી: કે.એન.રાઠલા, પોલીસ ઇન્સ્પેકટર
છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટેશન

સુપર વિઝન અધિકારી:પી.એચ. ભેસાણીયા,મદદનીશ નિયામક
એ.સી.બી,વડોદરા એકમ 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch