Fri,26 April 2024,8:57 am
Print
header

ACBનું અરવલ્લીમાં ઓપરેશન, રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયા ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટ રાવલ

મોડાસાઃ એન્ટી કરપ્શન બ્યુરોએ આજે અરવલ્લીમાં ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં અધિકારી કિરીટકુમાર ચંદુલાલ રાવલ, નગર નિયોજક, વર્ગ-1, ટાઉન પ્લાનીંગ એન્ડ વેલ્યુએશનની કચેરી, મોડાસાને 2 હજારની લાંચની રકમના કેસમાં ઝડપી પાડ્યાં છે, વચોટિયા પ્રતીક નૈમેષ જયસ્વાલની પણ ધરપકડ કરાઇ છે.

ફરિયાદીએ બીનખેતી જમીનનો મંજૂર થયેલો નકશો તથા તેની મંજૂરીની શરતોની સર્ટીફાઇડ નકલો મેળવવા ટાઉન પ્લાનીંગ અધિકારી મોડાસાને અરજી કરેલી હતી. જેમાં કિરીટ રાવલે ફરિયાદીને ધક્કા ખવડાવ્યાં હતા અને છેવટે વચોટિયા પ્રતીક મારફતે 2 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. સરકારી કામ સીધી લીટીનું હોવા છંતા ફરિયાદી પાસે લાંચની માંગણી કરનારાઓ સામે એસીબીમાં જાણ કરાઇ હતી, જેમાં છટકું ગોઠવીને એસીબીએ બંને આરોપીઓને ઝડપી લીધા છે. 

અરવલ્લી એસીબીએ છટકુ ગોઠવીને પ્રતીકને લાંચની રકમ સાથે ઝડપ્યો હતો અને ટાઉન પ્લાનિંગ અધિકારીએ લાંચ માંગી હોવાનું સાબિત થઇ જતા બંનેની એસીબીએ ધરપકડ કરી લીધી છે. સી.ડી.વણઝારા, પોલીસ ઇન્સપેક્ટર, અરવલ્લી એસીબી-મોડાસા અને  સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનિશ નિયામક, ગાંધીનગર એકમ, ગાંધીનગરે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch