Sat,27 April 2024,4:09 am
Print
header

ટોયલેટમાં લાંચ લેવા ગયા અને પછી આંકલાવના નાયબ મામલતદારની આવી થઇ હાલત

આણંદઃ ACB એ ટ્રેપ કરીને આટલી લાંચ લેતા ઝડપી લીધા 

આણંદઃ પોતાની ઓફિસોમાં જ લાંચ લેતા એક સરકારી બાબુ ઝડપાઇ ગયા છે,   દિગ્વિજયસિંહ બચુભા જાડેજા, નાયબ મામલતદાર, વર્ગ-3, મામલતદાર કચેરી, આંકલાવને લાંચ લેતા ઝડપી લેવાયા છે. અધિકારીએ 4 હજાર રૂપિયાનાં લાંચ માંગી હતી બાદમાં 1500 રૂપિયા સ્વીકાર્યા હતા. આરોપીએ ઓફિસના સ્ટોરરૂમમાં આવેલા ટોયલેટમાં લાંચ લીધી અને તરત જ એસીબીને ટીમે તેમને ઝડપી લીધા હતા.

ફરીયાદીની વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માટે આરોપી અધિકારીએ ફરીયાદી પાસે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરેલી, જે બાદ રકઝકના અંતે તેઓએ 4 હજાર રૂપિયા વ્યવહાર પેટે નક્કી કરેલા અને હાલ જેટલા હોય એટલા આપી દેવા જણાવ્યું હતુ,  ફરિયાદી એ પહેલા 2 હજાર રૂપિયા આપી દીધેલા અને બાદમાં બીજા લેવાના હતા. જેથી ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસનો સંપર્ક કરતા આ છટકું ગોઠવાયું હતુ. જેમાં 1500 રૂપિયાની લાંચની રકમ સાથે આ નાયબ મામલતદાર ઝડપાઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch