Sat,27 April 2024,12:48 am
Print
header

ACB એ રણાસણ ટોલનાકા પાસે લાંચ લેનારા LRD ને ઝડપી લીધો- Gujarat Post

અમદાવાદઃ એસીબીએ વધુ એક લાંચિયાને કર્મચારીને સબકી શીખવી દીધો છે. રણાસણ ટોલનાકા ઓઢવ રીંગરોડ પાસે રૂપિયા 1000 ની લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયો છે.હાથીભાઇ કાળુભાઇ ચૌધરી, લોકરક્ષક, ટ્રાફીક પોલીસ સ્ટેશને ઝડપી લેવામાં આવ્યો છે. એક જાગૃક નાગરિકની ફરિયાદને આધારે આ ટ્રેપ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે રીંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમગાર્ડ તથા ટીઆરબીના લોકો રોકીને હેરાન પરેશાન કરતા હોવાની માહિતી મળી હતી. જેમાં કાયદેસરના દંડ સિવાયની લાંચ લેવામાં આવતી હતી.આ માહીતીને આધારે એસીબીએ ડીકોયરનો સંપર્ક કરીને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ.

રણાસણ ટોલનાકા પાસે આરોપીએ ડીકોયરની ઇક્કો ગાડી ઉભી રખાવીને હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 7૦૦૦નો દંડ ભરવાની વાત કરી હતી અંતે 1000 રૂપિયાની લાંચ લીધી હતી.જ્યાં  લાંચની રકમ સ્વીકારીતા તે ઝડપાઇ ગયો હતો.
 
ટ્રેપિંગ અધિકારી, વી.એસ.પલાસ, પીઆઇ, અમદાવાદ શહેર એસીબી, સુપર વિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, અમદાવાદ એસીબી અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch