Fri,26 April 2024,8:50 pm
Print
header

UAE: અબુ ધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલામાં 3 નાં મોત, યમનના હૂતી આતંકી સંગઠને લીધી હુમલાની જવાબદારી- Gujarat Post

માર્યાં ગયેલા લોકોમાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક 

યુએઇઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મોટા હુમલાના સમાચાર આવ્યાં છે. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર અબુ ધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હૂતીના વિદ્રોહીઓએ બે ડ્રોનથી મોટો હુમલો કર્યો છે,  જેમાં 3 લોકોના મોત થયા છે, 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક છે.ભારે વિસ્ફોટ બાદ એરપોર્ટ પર આગ લાગી હતી.જો કે, UAE તપાસ શરૂ કરે તે પહેલાં યમનના હૂતી આતંકવાદી સંગઠને અબુધાબી એરપોર્ટ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે.આ સંગઠને એક નિવેદન જારી કરીને કહ્યું કે આગળ પણ તે UAE પર હુમલા કરશે.

UAEના સ્થાનિક મીડિયા અનુસાર, એરપોર્ટ પર અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)ના પેટ્રોલ વહન કરતા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.કન્ટ્રક્શન સાઈટ તબાહ થઈ ગઇ છે, કેટલાક લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટેન્કરોમાં આગ લાગી તે પહેલા જ આકાશમાં ડ્રોન જેવી આકૃતિઓ જોવા મળી હતી,જે બે અલગ-અલગ વિસ્તારોમાં પડી હતી.એરપોર્ટ પર આગ પર કાબુ મેળવવા માટે પોલીસ અને અધિકારીઓની એક ટીમ મોકલવામાં આવી છે.

હુતિયોના પ્રવક્તા યાહ્યા સારી સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટે દાવો કર્યો કે આગામી કલાકોમાં હુતિયા યુએઈ પર લશ્કરી કાર્યવાહી કરશે. નોંધપાત્ર રીતે સંયુક્ત આરબ અમીરાત લાંબા સમયથી યમનમાં ગૃહ યુદ્ધનો ભાગ છે. 2015માં યુએઈએ આરબ ગઠબંધનના ભાગ રૂપે યમનમાં સરકાર બદલવાની માંગ કરતા હુતિયે બળવાખોરો સામે અભિયાન શરૂ કર્યું હતું. જો કે 2019 થી યમનમાં યુએઈની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.

હૂતીઓએ ગયા વર્ષે પણ સાઉદી અરેબિયાના એરપોર્ટને નિશાન બનાવ્યું હતું

ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હૂતી આતંકવાદીઓએ દક્ષિણ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. પરિણામે નાગરિક વિમાનમાં આગ લાગી હતી. આ સિવાય ઓગસ્ટ 2021માં હૂતીઓએ બીજા સાઉદી એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. પરંતુ UAE માં એરપોર્ટ પર મોટા હૂતી આતંકવાદી હુમલાનો આ પહેલો કિસ્સો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch