Fri,26 April 2024,1:13 pm
Print
header

સંકટના સમયમાં ભારતે અમારી મદદ કરી, તેવી જ રીતે અમે મદદ કરીશું: જો બાઈડેન

વોશિંગ્ટનઃ કોરોનાનs કારણે વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા મોખરે છે અને ત્યાર બાદ ભારતનો નંબર આવે છે. બે દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારતને રસી બનાવવા માટે કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જો બાઈડેનના આ નિર્ણયની ખૂબ આલોચના થઈ હતી. હવે ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુવિન વચ્ચે વાતચીત બાદ અમેરિકાએ આ પ્રતિબંધો પાછો ખેંચી લીધા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને એક ટ્વીટ કરીને લખ્યું, મહામારીની શરૂઆતમાં અમારી હોસ્પિટલો પર જ્યારે ભાર દબાણ હતું તે સમયે ભારતે અમેરિકાની જે રીતે સહાય કરી હતી તેવી જ રીતે ભારતની જરૂરિયાતના સમયે મદદ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને આ નિવેદન અમેરિકન સુરક્ષા સલાહકર જેક સુલવિનના ટ્વીટ પર આપ્યું છે. જેમાં તેમણે ભારત સાથે મુશ્કેલ સમયમાં ઉભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.તેમણે લખ્યું, અમેરિકા ભારતને વેક્સીન બનવવા માટે જરૂર દરેક કાચા માલનો પૂરવઠો આપશે. ભારતને શક્ય તમામ મદદ કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch