Thu,02 May 2024,4:41 pm
Print
header

વડોદરાઃ સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરને તતડાવ્યાં, મેયરે આપી રાજીનામાની ધમકી- Gujarat Post

(ફાઇલ ફોટો)

CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પહેલા વિવાદ આવ્યો સામે

ભાજપમાં બધુ નથી બરાબર

વડોદરાઃ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં વિખવાદ સામે આવ્યો છે. વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં વિવાદ સર્જાયો છે.  સંકલનની બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યાં હતા. બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામસામે આવી ગયા હતા.પ્રાથમિક વિગતો મુજબ બેઠકમાં શહેર પ્રમુખે કોઇ મુદ્દે મેયરને ખખડાવ્યાં હતા.

મેયરે ગુસ્સે થઈને કહ્યું હતું કે આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ પણ મેયરની વાતમાં સુર પુરાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે સંકલનમાં બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું કે, મારું કોઈ સાંભળતું નથી. વિગતો મુજબ શહેર પ્રમુખે રોષ વ્યક્ત કરતા મેયર પિંકીબેન સોનીએ મુખ્યમંત્રીને રાજીનામુ આપવાની વાત કરી હતી. જો કે આ મુદ્દે મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવતાં કંઈ જણાવ્યું ન હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch