Subscribe Now For Gujarat Post

Print
header

વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભૂલ્યાં ભાન, અકસ્માતને લઇને થયેલી બોલાચાલીમાં સ્કૂટર ચાલકને માર્યો માર

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

તું મને ઓળખતો નથી તેમ કહીને સ્કૂટર ચાલકને માર માર્યો

પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યાનો આક્ષેપ

વડોદરાઃ સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ચર્ચામાં આવ્યાં છે. એક અકસ્માતમાં તેઓ લાલઘૂમ થઈ ગયા હતા અને તેમણે સ્કૂટર ચાલકને ધમકી આપતા કહ્યું કે તું મને ઓળખતો નથી અને તેને માર પણ માર્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે તેમ પોલીસકર્મીઓએ અને ટીઆરબી જવાને પાર્થ પુરોહિતને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવા જતા પોલીસકર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ભાજપ નેતાએ પોલીસ સાથે ગેરવર્તન કરીને કહ્યું હતું કે, તમે વચ્ચે ના આવશો. જાહેર માર્ગ પર મારા મારીનો વીડિયો વાયરલ થયો છે.જો કે શિસ્તમાં માનતી પાર્ટી ભાજપ હવે તેમના આ બેફામ નેતા સામે શું પગલા લેશે તે જોવું રહ્યું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch