Sat,27 April 2024,12:11 am
Print
header

અમદાવાદ: યુ.એન.મહેતા હોસ્પિટલમાં RMO ડોક્ટર કૌશિક બારોટની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, જાણો શું છે કેસ- gujarat post

કૌશિક બારોટ અલગ-અલગ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા

અહીં સારવાર  કરવી સારી નથી તેવું લખતા, ધરપકડ બાદ માલુમ પડ્યું કે તેઓ બીજાના નામે સીમકાર્ડ રાખતા હતા

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા.ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ડૉકટર કૌશિક બારોટની ધરપકડ કરી છે.

સાઇબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવું કે ડોકટર કૌશિક બારોટે યુ એન મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવે છે. ઘણા સમયથી યુ એન મહેતા હોસ્પિટલ વિશે ખરાબ લખાણ લખતા હતા તેમજ અહીંયા ટ્રીટમેન્ટ કરવી સારી નથી તેવું લખતા હતાં. તેમની ધરપકડ બાદ જાણવા મળ્યું કે તેઓ બીજાના નામે મોબાઇલ સીમકાર્ડ રાખતા હતાં.

DCP અમિત વસાવાએ જણાવ્યું કે, તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામે વાળા વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય અને પોતાની જગ્યાએ યુવતીનો અવાજ જાય જેનાથી કોઈની બદનામી થઈ શકે. આ બાબત અમારી સામે આવી છે, હાલમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch