Fri,26 April 2024,4:47 pm
Print
header

અમેરિકા નહીં નોંધાવે નાદારી, બાઇડેન અને રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થી વચ્ચે સમજૂતી- Gujarat Post

વોશિંગ્ટનઃ દેવાની કટોકટીથી ઝઝૂમી રહેલું અમેરિકા નાદારીની આરે પહોંચી ગયું છે, પરંતુ હવે લાગે છે કે ટૂંક સમયમાં અમેરિકા આ સંકટમાંથી બહાર નીકળી જશે. રાષ્ટ્રપતિ જો બાઇડેન અને રિપબ્લિકન સાંસદ અને યુએસ કોંગ્રેસના સ્પીકર કેવિન મેકકાર્થી વચ્ચે દેવાની મર્યાદા અંગે લગભગ સમજૂતી થઈ ગઇ છે. આ સમજૂતી હેઠળ દેવાની મર્યાદા વધારીને $31.4 ટ્રિલિયન કરવા પર સહમતિ બની છે. આ સાથે અમેરિકામાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા ઝઘડાનો પણ અંત આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને ટોચના નેતાઓ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. હજુ કેટલીક બાબતો પર વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં બંને નેતાઓ કરાર પર અંતિમ મ્હોર લગાવશે. અહેવાલો અનુસાર, શનિવારે સાંજે રાષ્ટ્રપતિ બાઇડેન અને કેવિન મેકકાર્થી વચ્ચે 90 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. આ ડીલથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા અમેરિકાને રાહત મળી શકે છે.

આ સમજૂતી ન થઈ હોત તો અમેરિકાની તિજોરી ખાલી થઈ જાત, જેને કારણે અમેરિકા પર નાદારીનો ખતરો હતો. તેનાથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર પહોંચવાની સંભાવના હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch