Fri,03 May 2024,3:52 am
Print
header

સુરતમાં બાંધકામ સાઈટ પટકાતા બે મજૂરોનાં મોત, 14માં માળે કામ કરી રહ્યાં હતા- Gujaratpost

ડીંડોલીમાં બાંધકામ સાઈટ પર એક દુર્ઘટના બની

નિર્માણાધીન બાંધકામ સાઈટ ઉપરથી પટકાતા બે શ્રમિકોનાં મોત

14માં માળે સેંટિંગનુ કામ કરી રહ્યાં હતા

સુરતઃ ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઈટ પર મોટી દુર્ઘટના બની છે. બાંધકામ સાઈટ પરથી નીચે પટકાતા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે બંને મૃતદેહોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઈટ પર 14માં માળે સેંટિંગનુ કામ રહેલા 2 શ્રમિકો નીચે પટકાતા માથું ફાટી જતા મોત થયા છે. સમગ્ર મામલે ડીંડોલી પોલીસે બંન્ને મજૂરોના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને આ કેસની તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે આ સાઇટ પર જો કોઇની બેદરકારી જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch