Fri,26 April 2024,4:57 pm
Print
header

Tokyo Olympics 2020: પીવી સિંધુ મેડલથી એક જીત જ દૂર, ક્વાર્ટર ફાઇનલમાં ચોથા નંબરની જાપાની ખેલાડીને હરાવી

ટોકયોઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકની મહિલા સિંગલ સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં જાપાની અકાને યામાગુચીને 21-13,22-20 થી હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મુકાબલો રોમાંચક હતા.હવે તે મેડલથી માત્ર એક જીત દૂર છે. સિંધુ સેમીફાઈનલમાં જીતશે તો ભારત માટે એક મેડલ નક્કી છે.

ટોકયો ઓલિમ્પિકમાં સિંધુએ અત્યાર સુધી 4 મેચ રમી છે. તેનું પ્રદર્શન એટલું ધમાકેદાર રહ્યું કે દરેક મેચ બે રાઉન્ડમાં જ પૂરી થઈ ગઈ છે. ગ્રુપ મેચમાં ઈઝરાઈલની કે. પોલિકાર્પોવાને 21-7, 21-10થી હરાવી. ગ્રુપ મેચમાં હોંગકોંગની એન. વાય. ચેંગને 21-9, 21-16થી હરાવી. રાઉન્ડ ઓફ 16માં ડેન માર્કની એમ બ્લિચફેલ્ડને 21-15 21-13થી હરાવી. ક્વાટર ફાઈનલમાં જાપાનની એ. યામાગુચીને 21-13, 22-20થી હરાવી.

ટોક્યો ઓલિમ્પિક્સમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યાં છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch