Fri,26 April 2024,10:10 pm
Print
header

તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost

સામંત ગોયલનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો

1988 બેચના IPS અધિકારી ડેકાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે

નવી દિલ્હીઃ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં સ્પેશિયલ ડાયરેક્ટર તપન ડેકાને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના નવા ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. વર્તમાન અરવિંદ કુમારનો કાર્યકાળ 30મી જૂને પૂરો થયા બાદ તેમનું સ્થાન લેશે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના વર્તમાન વડા સામંત ગોયલને તેમના કાર્યકાળમાં વધુ એક વર્ષ એક્સટેંશન આપવામાં આવ્યું છે તેમનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો હતો.

હિમાચલ પ્રદેશ કેડરના 1988 બેચના IPS અધિકારી ડેકાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. ઈન્ટેલિજન્સ બ્યુરોના ઓપરેશન્સ વિભાગને સંભાળી રહેલા ડેકાને આતંકવાદ વિરોધી કાર્યનો દાયકાઓનો અનુભવ છે.

કેન્દ્ર સરકારે પંજાબના ભૂતપૂર્વ DGP દિનકર ગુપ્તાને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના નવા વડા અને IBમાં વિશેષ નિર્દેશક સ્વાગત દાસને ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે નિયુક્ત કર્યાં છે. 

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)નું નેતૃત્વ કરી રહેલા સામંત ગોયલનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. ગોયલ ત્રીજા R&AW ચીફ છે જેમને ત્રણ વર્ષથી વધુનો કાર્યકાળ મળ્યો છે. અગાઉ આર એન કાઓએ (R&AW)ના સ્થાપક વડાએ 9 વર્ષ સુધી એજન્સીમાં સેવા આપી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch