Sat,27 July 2024,11:13 am
Print
header

જૂનાગઢ પોલીસ તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ પાસેથી મળ્યાં પુરાવા, લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ કબ્જે કરાયા- Gujarat Post

અમદાવાદઃ જૂનાગઢના બહુચર્ચિત તોડકાંડમાં સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. એટીએસએ વધુ રિમાન્ડની માંગ કરી ન હતી. કોર્ટે સસ્પેન્ડેડ સીપીઆઈને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

જૂનાગઢ પોલીસ તોડકાંડ માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ પાસેથી પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યાં હતા. જૂનાગઢ SOG ઓફિસમાંથી બે કોમ્પ્યુટર, એક પેન ડ્રાઇવ કબ્જે કરાઇ છે. તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. આ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ડેટાનું એનાલિસિસ કરી તોડકાંડને લગતા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો ATS પ્રયાસ કરશે.

તરલ ભટ્ટના વકીલે જણાવ્યું હતું કે, એટીએસએ રિમાન્ડ રિપોર્ટ કર્યો ન હતો, કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યાં છે. બીજી તરફ, તોડકાંડ પ્રકરણમાં એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ હજુ ફરાર છે,એએસઆઈ દિપક જાની અંગે એટીએસએ કોઈ જાણકારી આપી નથી.

ઓનલાઈન ક્રિકેટ સટ્ટા તથા ગેમ્સ રમતા હોવાની શંકાના આધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે જૂનાગઢની આ ગેંંગે રૂપિયા પડાવ્યા હતા. આ મામલો આઈજી સુધી પહોંચતા ત્રણેયને સસ્પેન્ડ કર્યાં છે. એએસઆઈએ પોતાના નિવેદનમાં બેંક એકાઉન્ટની વિગતો માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટે આપી હોવાનું જણાવ્યું હતું.

ગત તા.26 જાન્યુઆરીના આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. સમગ્ર મામલાની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. એટીએસએ તરલ ભટ્ટને અમદાવાદથી પકડી લઈ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી હતી. ચાર દિવસમાં એટીએસ તરલ ભટ્ટ પાસેથી કોઈ નક્કર વિગતો કઢાવી શકી ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch