Mon,06 May 2024,7:33 am
Print
header

સુરતઃ નગ્ન વીડિયો મંગાવીને યુવતીને આપી ધમકી, પરણીત પુરુષ અને તેની પત્નીએ મળીને આટલા રૂપિયા પણ પડાવ્યાં

પ્રતિકાત્મક ફોટો

સુરતઃ ડાયંમડ નગરી સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમીને 8.50 લાખ રૂપિયા ઉછીના આપ્યાં હતા. પ્રેમીએ પૈસા પરત આપવાને બદલે તેનો નગ્ન વીડિયો મંગાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. જેને લઈ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સિંગણપોરમાં રહેતી યુવતી હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે ઓનલાઇન સાડી અને લહેંગાનો ધંધો કરે છે. તેની મુલાકાત અવધ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ડીંડોલીમાં રહેતા શક્તિસિંહ સાથે થઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બન્યો હતો. શક્તિસિંહને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેણે સાડા આઠ લાખ રૂપિયા લોકો પાસેથી ઉછીના લઈને આપ્યાં હતા. પ્રેમીએ 15 દિવસમાં નાંણા આપવાનો વાયદો કર્યો હતો. સમય વીતવા છતાં પૈસા પરત ન કરતાં તેણે રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેથી શક્તિસિંહે તારે સાડા આઠ લાખ રૂપિયા જોઈતા હોય તો નગ્ન વીડિયો મોકલ તો જ હું આપીશ તેમ કહ્યું હતું.

નાણાં ફસાયા હોવાથી મજબૂરી વશ તેણે નગ્ન વીડિયો મોકલ્યો હતો. બાદમાં વીડિયોને લઈ શક્તિસિંહની પત્નીએ પાસે ફોન કરાવીને કહ્યું કે, હવે નાણાં પાછા માંગ્યા તો તારો વીડિયો વાયરલ કરી દઈશ. યુવતિએ સિંગણપોર પોલીસને તમામ નાણાંકીય વ્યવહારના પુરાવા આપ્યાં હતા. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch