Fri,26 April 2024,8:33 pm
Print
header

સુરતના સ્પામાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 9 યુવતીઓનું કરાયું રેસ્ક્યૂ

સુરત: શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા 3 સ્પામાં દરોડા પાડીને પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. એન્ટિ હ્યૂમન ટ્રાફિકીંગ યુનિટના દરોડામાં 9 યુવતીઓને છોડાવવામાં આવી છે. પોલીસે ઉમરાના વેસુમાં આવેલા સન આર્કેડમાં ચોથા માળે ચાલતા કોકુન સ્પામાં દરોડા પાડ્યા હતા જેમાં નોકર શિષ્ઠીઘર મહંતો  ઝડપાયો છે. રાજન પાલ તથા માલિક નિકુંજને વોન્ટેડ જાહેર કર્યાં છે સ્પાના દરોડામાં સ્થાનિક અને વિદેશી યુવતીઓનો સમાવેશ પણ થાય છે.

અન્ય સ્થળ પર વીઆઈપી હાઇટ્સમાં આવેલા પહેલા માળે હારમોની તથા તેરાત્મા નામના સ્પામાં રેડ કરવામાં આવી હતી. અહીંયાથી દિપ પ્રકાશ તથા 10 કસ્ટમરને પકડવામાં આવ્યાં હતા ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતમાં અન્ય સ્પામાં પણ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. આ દરોડામાં પણ યુવતીઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. હારમોની સ્પાની સંચાલક કાજલ સ્થળ પર હાજર ન હતી તેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. સાથે પોલીસે કુલ 9 મહિલાઓને મુક્ત કરાવી અને ઉમરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar