Fri,03 May 2024,2:33 am
Print
header

સુરતઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ધોરણ- 8માં ભણતા બે વિદ્યાર્થીઓ ટ્રેનની નીચે આવી જતા મોત

એકનો પરિવાર ઉત્તર પ્રદેશનો અને એકનો પરિવાર બિહારનો

એકના પિતા દુબઈમાં કામ કરે છે, જ્યારે બીજાના પિતા લુમ્સ કારીગર

વ્હાલસોયાના મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન

સુરતઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.એક જ ક્લાસમાં ભણતા ધોરણ 8ના બે વિદ્યાર્થીઓના મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યાં હતા. આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીઓના ટ્રેનની અડફેટે મોત થયાની આશંકા છે. સુરતના સચિન વિસ્તારમાં બે માસૂમ બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. જ્યાં ટ્રેનની અડફેટે આવતા તેના મોત નીપજ્યાં હતા. અચાનક ટ્રેક પર ટ્રેન આવતા પ્રિન્સ શર્મા અને લોકેશ યાદવનું મોત થયું હતું.

પ્રિન્સ અને તેનો મિત્ર લોકેશ ગુમ થઈ ગયા હતા. વાલીઓ દ્વારા શોધખોળ કરવા છતા બંનેનો પત્તો મળ્યો ન હતો. બાદમાં પરિવાર દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. લગભગ 7 કલાક બાદ માહિતી મળી કે, બંને બાળકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં છે અને ટ્રેનની અડફેટે આવતા તેમનું મૃત્યું નીપજ્યું છે. લોકેશના પિતા સંતોષ યાદવે જણાવ્યું કે, પોલીસ કહે છે બંને મિત્રો ટ્રેનની અડફેટે આવ્યાં બાદ તેમના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મૃતક લોકેશનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે અને મૃતક પ્રિન્સનો પરિવાર બિહારનો વતની છે. બંને બાળકો ધોરણ આઠમાં ભણતા હતા. માસૂમ બાળકોના કરૂણ મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. પ્રિન્સના પિતા દુબઈમાં કામ કરે છે, જ્યારે લોકેશ યાદવના પિતા લુમ્સ કારીગર છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમાં માટે મોકલવામાં આવ્યાં છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch