Mon,06 May 2024,2:10 am
Print
header

સુરતઃ સોનાના સ્મગલિંગમાં PSI પરાગ દવે સસ્પેન્ડ, શું હવે મોટા માથાઓ બચી જશે ?

તપાસમાં ઇન્કમટેક્સ વિભાગ પણ જોડાશે, આટલું સોનું વિદેશથી ખરીદનાર કોણ ?

સુરતઃ અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પર કરોડો રૂપિયાનું સ્મગલિંગનું સોનું વિદેશથી લવાયું છે, આ વખતે 44 કિલો અને પછી 4 કિલો સોનું ઝડપાઇ ગયું છે, ત્રણ આરોપીઓને એરપોર્ટ પરથી જ ડીઆરઆઇએ ઝડપી પાડ્યાં છે, તેમની સાથે જોડાયેલા પીએસઆઇ પરાગ દવેને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેઓ અહીં ઇમિગ્રેશન અધિકારી તરીકે ફરજ પર હતા.

આ કેસમાં ડીઆરઆઇ તપાસ કરી રહી છે કે આખરે અંદાજિત 27 કરોડ રૂપિયાનું આ સોનું કોને આપવાનું હતું અને તેને શારજહાંથી મંગાવવા આટલા રૂપિયા કોણે આપ્યાં હતા, એરપોર્ટ પરના સીસીટીવીને આધારે ઘણી નવી વિગતો બહાર આવી છે. ડીઆરઆઇએ પરાગ દવેની ધરપકડ કરી હતી, તે પહેલા તેને મોબાઇલમાંથી સીમકાર્ડ તોડી નાખ્યું હોવાનું સામે આવ્યું છે.

પરાગ દવે આ સોનું કોને પહોંચાડવાના હતા, તેના પર ડીઆરઆઇ તપાસ કરી રહી છે, અગાઉ પણ કરોડો રૂપિયાનું સોનું સુરત એરપોર્ટ પરથી ઘૂસાડવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ કેસમાં ત્રણ જગ્યાઓ પર તપાસ શરૂ થઇ ગઇ છે. ચર્ચાઓ છે કે પરાગ દવેને સસ્પેન્ડ કર્યાં બાદ હવે મુખ્ય આરોપીને બચાવી લેવાઇ શકે છે, આ માથે ડીઆરઆઇના અધિકારીઓ સક્રિય છે, પરંતુ કોઇ મોટું માથું હોવાથી આ કેસની બધી વિગતો સામે ન આવે તેવું પણ બની શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch