Mon,06 May 2024,8:58 am
Print
header

કરોડો રૂપિયાની સોનાની દાણચોરીમાં PSI પરાગ દવેની સંડોવણી આવી સામે, માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા એજન્સીના પ્રયાસ

સુરત એરપોર્ટ પર સોનાનું સ્મગલિંગ

અધિકારીની સંડોવણી આવી બહાર

સુરતઃ બે દિવસમાં સુરત એરપોર્ટ પરથી અંદાજે 27 કરોડ રૂપિયાનું સ્મગલિંગનું સોનું પકડાયું છે, અંદાજે 44 કિલો સોના સાથે ત્રણ આરોપીઓને ડીઆરઆઇએ ઝડપી પાડ્યાં છે. આ કૌભાંડમાં હવે પીએસઆઇ પરાગ દવેની સંડોવણી પણ બહાર આવી છે. ઇમિગ્રેશન અધિકારીની સંડોવણીથી સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.

શારજહાંથી આવેલા 3 મુસાફરોએ બેલ્ટમાં 44 કિલો સોનું પેસ્ટ બનાવીને છુપાવ્યું હતુ, ડીઆરઆઇએ બાતમીને આધારે આ ત્રણેયને ઝડપી પાડ્યાં છે.ત્યાર બાદ બીજા દિવસે ટોઇલેટમાંથી સાડા 4 કિલો સોનું બિનવારસી હાલતમાં ઝડપાયું હતુ. આ સોનું વિદેશથી અહીં લાવનારા આરોપીઓ ઝડપાઇ ગયા છે.

આ લોકો પહેલા પણ આવી રીતે સોનું લઇને આવ્યાં હોય શકે છે, જો કે આ સોનું તેઓ કોને આપવાના હતા તે દિશામાં ડીઆરઆઇ એ તપાસ હાથ ધરી છે. હાલમાં આ મામલે નવા મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch