Fri,03 May 2024,7:09 am
Print
header

હું પરિવારને બહુ પ્રેમ કરું છું....પણ મને માફ કરજો....સુરતમાં જુગારના પૈસાની ઉઘરાણીથી કંટાળીને પાટીદાર યુવકે કર્યો આપઘાત

સુરતઃ પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલા વરાછાના 32 વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી છેે, પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા અતુલ ભાલાળાએ અનાજમાં નાંખવાની ઝેરી દવા ખાઇને આપઘાત કરી લીધો છે. અતુલ ભાલાળા પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય ભૂમિકામાં હતા.

સુરતના સરથાણા વિસ્તારમાં નિલમ બંગ્લોઝમાં રહેતા અતુલભાઇ બેંકમાં નોકરી કરતા હતા. આપઘાત કરતા પહેલા લખેલી સ્યૂસાઈડ નોટમાં તેણે આત્મહત્યા માટે રોનક હીરપરા ઉર્ફે પરી, રજની ગોયાણી અને જીગ્નેશ જ્યાણી ઉર્ફે કુંડલાને જવાબદાર ગણાવ્યાં હતા.આ ત્રણેયને આકરી સજા કરવા માંગ કરી છે. જો કે સ્યૂસાઇડ નોટમાં કેટલા પૈસા ચૂકવવાના બાકી હતા. તેનો ઉલ્લેખ કર્યો ન હતો.પરંતુ આ ત્રણેય જણા જુગારના પૈસાની ધમકીઓ આપવા સાથે ઉઘરાણી કરતા હોવાનો ઉલ્લેખ છે.

અતુલ ભાલાળાએ ઝેરી દવા પીતા પહેલા લખેલી નોટ મુજબ, રોનક હિરપરા ઉર્ફે પરી, જીગ્નેશ જયાણી ઉર્ફે કુંડલા અને રજન ગોયાણી રોજ ફોન કરીને ધમકાવીને માનસિક ત્રાસ આપે છે. ઉપરાંત રોજ સવારે ઘરે માણસો મોકલે છે. મને બેંકની નોકરીએ પણ જવા દેતા નથી. આ લોકો જુગારના પૈસા માંગે છે અને મારી ગેમ કરી હોવાથી આ લોકોને સજા થવી જોઈએ. હું ફોન રિસીવ ન કરું તો મારી નાંખવાની ધમકીઓ આપે છે. હવે હું સહન કરી શકતો ન હોવાથી દવા પી જાઉ છું.આ લોકોને સજા થશે તો મારા આત્માને શાંતિ મળશે.

સ્યસાઇડ નોટના અંતમાં પરિવારની માફી માંગવા સાથે પરિવારને લવ કરતો હોવાનું લખ્યું છે. રાજુ બાલધા નામની વ્યક્તિને ઉલ્લેખ કરીને લખ્યું છે કે, રાજુ બાલધાનો કોઈ વાંક નથી, એણે મને બચાવ્યો છે એટલે તેને કંઈ કહેતા નથી. સરથાણા પોલીસે મૃતકની સ્યૂસાઇડ નોટને આધારે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch