Fri,03 May 2024,1:09 am
Print
header

વધુ એક કૌભાંડ, સુરતમાં બોગસ જન્મ-મરણના દાખલા બનાવી આપવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ઝડપાયું- Gujarat Post

Latest Surat News: નજીવી ફી લઈને આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી આપતી વેબસાઈટનો પર્દાફાશ કરનાર સુરત પોલીસના ઈકો સેલે હવે નજીવી ફી લઈ જન્મ-મરણના બનાવટી દાખલા ઓનલાઈન બનાવી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરીને બિહારથી મુખ્ય સૂત્રધાર સીન્ટુ યાદવને ઝડપી લીધો છે, સીન્ટુ ફાસ્ટપોર્ટલ ઓનલાઈન સહિત ચાર વેબસાઈટો મારફતે મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતના નામના બનાવટી દાખલા બનાવી આપતો હતો.

ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એસીપી વી.કે.પરમારને બાતમી મળી હતી કે ફાસ્ટપોર્ટલ.ઓનલાઈન વેબસાઈટ ઉપરથી દેશના અલગ અલગ રાજ્યોની મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતના નામના બનાવટી જન્મ-મરણના દાખલા નજીવી ફી લઈ બનાવી આપવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચાલે છે.

તે સમયગાળામાં જ સુરત મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન-એ માં નોંધાયેલા જન્મના દાખલામાં ઈસ્યુકર્તા તરીકે જન્મ પ્રમાણપત્ર રજીસ્ટ્રાર લખવામાં આવ્યું હતું. હકીકતમાં જન્મ મરણ નોંધણી એકમ દ્વારા સબ રજીસ્ટ્રારની સહીથી રાજ્ય સરકારની ઈ-ઓળખ એપ્લીકેશનમાંથી જન્મ-મરણ અંગેના પ્રમાણપત્ર ઈસ્યું કરવામાં આવે છે. ઉપરાંત જન્મ પ્રમાણપત્રનો ક્યુઆર કોડ સ્કેન કર્યો ત્યારે જે વેબસાઈટ ઓપન થઈ તે મહાનગરપાલિકા કે રાજ્ય સરકારની ઈ-ઓળખ એપ્લીકેશન ન હતી.

બનાવટી લાગતું જન્મ પ્રમાણપત્ર ક્યાંથી ઈસ્યું થયું છે તે જાણવા સાયબર એક્સપર્ટની મદદ લઈ વેબસાઈટ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાસ્ટપોર્ટલ.ઓનલાઈનમાંથી પ્રમાણપત્રો બનતા હોવાનું ધ્યાન આવ્યું હતું. જે બાદ આઈપી એડ્રેસ, સર્વરની વિગતો મેળવી બિહારના સોહજનાના વતની સીન્ટુ સુરેશ યાદવ વિરુદ્ધ મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ ના જન્મ-મરણ નોંધણી એકમમાં સ્ટેટીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અમિતકુમાર રાખોલીયાની ફરિયાદ નોંધીને એક ટીમ બિહાર રવાના કરી હતી અને ત્યાંથી સીન્ટુ યાદવને ઝડપી પાડ્યો હતો. ઈકો સેલના પીઆઈ એ.એચ.રાજપુત વધુ તપાસ કરી રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch