Thu,02 May 2024,8:49 pm
Print
header

સુરતમાં નમો....વડાપ્રધાને કહ્યું સુરતના લોકો મોદીની ગેરેન્ટી પહેલાથી જ ઓળખે છે

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘઘાટન કર્યુ હતું. જે બાદ જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું, સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફ્તાર અને ભવિષ્યનું આયોજન છે. સુરતના લોકો કામમાં લોચો મારે નહીં, ખાવામાં લોચો છોડે નહી.

આજે સુરત શહેરની ભવ્યતામાં વધુ એક ડાયમંડ ઉમેરાયો છે. આ ડાયમંડની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફિક્કી છે. ડાયમંડ બુર્સનું નામ લેવાશે ત્યાં સુરત, ભારતનું નામ આવશે જ. આ બિલ્ડીંગ નવા સંકલ્પનું પ્રતિક છે. દુનિયાની મોટી ઈમારતોની ચમક આની સામે ફિક્કી પડી છે.

આજે સુરતના લોકો, વેપારીઓને વધુ બે ભેટ મળી છે. આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે, સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે. પહેલા સુરત એરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગતુ હતું. સુરતથી દુબઈ ફ્લાઈટ આજથી શરૂ થશે, ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે દરેક ક્ષેત્રને ફાયદો થશે.

સુરત શહેર સાથે મારો આત્મીય લગાવ છે. સુરતની યાત્રાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. એક જમાનામાં જહાજો પણ સુરતમાં જ બનતા હતા, સુરતના લોકોએ અનેક સંકટોનો સામનો કર્યો છે. ક્યારેક ગંભીર બીમારી તો ક્યારેક પૂરનો સુરતે સામનો કર્યો છે, દરેક સંકટમાંથી બહાર આવી સુરતે આજે વિશ્વમાં સ્થાન બનાવ્યું છે. આજે ટોપ-10 શહેરોમાં સુરતનો સમાવેશ થાય છે. સ્વચ્છતા, સ્કીલ ડેવલપમેંટમાં સુરત આગળ છે. લાખો યુવાનો માટે આજે સુરત ડ્રિમ સિટી છે.  હવે આ શહેર આઈટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. આજે મોદીની ગેરેન્ટીની ખુબ ચર્ચા થઈ રહી છે. સુરતના લોકો મોદીની ગેરેન્ટીને પહેલાથી જ ઓળખે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch