Thu,02 May 2024,11:49 pm
Print
header

સુરતનો સનસનીખેજ બનાવ...પ્રેમીએ પ્રેમિકાને ઘરે બોલાવીને હત્યા કરીને ખુદ કરી લીધો આપઘાત- Gujarat Post

નોકરીએ જવાનું કહીને નીકળેલી પ્રેમિકા પ્રેમીના ઘરે પહોંચી

પોલીસે દરવાજો ખોલીને જોતાં લોહીથી લથબથ પ્રેમિકાના લાશ પડી હતી

સુરતઃ ઉધના વિસ્તારમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કર્યાં બાદ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પરિવાર બહાર જતાં જ યુવાને પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી હતી. જેમાં બંન વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી દીધો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાઈ જલારામ નગર ખાતે બનેલી આ કરૂણ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારનાં લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા. આ વિસ્તારમાં દોઢ મહિના પહેલાં જ રહેવા આવેલા 28 વર્ષીય વિજય ગોહિલ નામના યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી દીધા હોવાની જાણકારી પડોશીને મળતા તેઓ આ ઘટનાના મામલે પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા યુવકનો મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આ સાથે જ યુવકના પગ પાસે એક યુવતીની લાશ પણ મળી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે, જે મકાનમાં યુવકનું મૃતદેહ મળી આવ્યો તે યુવક દોઢ મહિના પહેલા જ પરિવાર સાથે અહીંયા રહેવા આવ્યો હતો અને બાજુમાં પડેલી લાશ તેની પ્રેમિકાની હતી. પ્રેમિકા ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યાં બાદ પ્રેમીના ઘરે પહોંચી હતી અને કરૂણ ઘટના બની હતી.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યુ કે, પ્રેમિકાના પિતાએ યુવકની નબળી આર્થિક  સ્થિતિને લઈ લગ્ન નહીં કરવા સમજાવી હતી અને તેનો મોબાઇલ પણ લઇ લીધો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch