Sat,04 May 2024,11:45 pm
Print
header

CAA ભારતના લઘુમતી નાગરિકો માટે હાનિકારક નથી, કાયદાને લઇને ફેલાવાતી અફવાઓથી દૂર રહેજો

નવી દિલ્હીઃ નાગરિકતા સુધારા અધિનિયમને લઇને દેશભરમાં ચર્ચાઓ થઇ રહી છે, મોદી સરકારે ચૂંટણી પહેલા જ આ કાયદો લાગુ કરી દીધો છે, જેનો અગાઉ મોટો વિરોધ થયો હતો. જો કે સીએએ ભારતમાં લઘુમતીઓ માટે હાનિકારક નથી, મુસ્લિમ સમૂદાયના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સીએએને લઇને ઉભી થઇ રહેલી તમામ વાતો સાચી નથી અને કોઇએ અફવાઓને સાચી માનવી જોઇએ નહીં.

તાજેતરમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયે 2019 માં સંસદના બંને ગૃહોમાં વિધિવત્ પસાર થયેલા નાગરિકત્વ સુધારો અધિનિયમ(CAA)ને લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું અને અધિનિયમના અમલીકરણની જાહેરાત કરી. પરંતુ એ સાથે જ આ અધિનિયમની સ્પષ્ટ જોગવાઈઓને નજરઅંદાજ કરીને કેટલાક વિઘ્નસંતોષીઓ દ્વારા ભારતના લઘુમતી સમુદાયના નાગરિકત્વ અધિકારોનું આ અધિનિયમ ભંગ કરશે તેવી ભ્રમણાઓ ફેલાવાઈ રહી છે. માત્રને માત્ર ત્રણ પાડોશી દેશોમાંથી ભારતમાં ધાર્મિક ઉત્પીડનથી પલાયન કરીને આવેલી ત્યાંની લઘુમતીઓ માટે આ અધિનિયમ છે એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છંતા આવો અપપ્રચાર થઈ રહ્યો છે આ મુદ્દે કેટલાક ઇસ્લામિક વિદ્વાનોએ પોતાના સ્પષ્ટ અભિપ્રાયો રજૂ કર્યાં છે.

ગુંટૂર આંધ્રપ્રદેશના કાઝી મોહમ્મદ ઈસ્માઈલ સમગ્ર અધિનિયમનું વિશ્લેષણ કરતા કહે છે કે આ અધિનિયમ વિશે લોકોમાં ગેરસમજ ફેલાવવા કેટલાક વિઘ્નસંતોષીઓ સક્રિય થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી બંધારણનો આર્ટિકલ 371  અને ખાસ કરીને ઉત્તર પૂર્વી રાજ્યોના આદિજાતિ વિસ્તારોની ઇનર લેન્ડ પરમિટ રદ કરવામાં આવશે.પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે આ અધિનિયમ આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને હવે મણીપુરમાં લાગુ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે આર્ટિકલ 371 એ ઉત્તર પૂર્વના આદિજાતિ નાગરિકોની ભાષાકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઓળખને જાળવવા માટે છે.સીએએની કોઈ પણ જોગવાઈ આ આર્ટીકલનો ક્યાંય ભંગ કરતી નથી.

મોહમ્મદ ઈસ્માઈલ કહે છે કે એવો પણ ભ્રમ ફેલાવાય છે કે આ અધિનિયમના કારણે બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં સ્થળાંતર કરશે.પરંતુ અહીં એ ધ્યાને લેવું જોઈએ કે અધિનિયમની જોગવાઈ મુજબ માત્ર ધાર્મિક ઉત્પીડનને કારણે પલાયન કરીને આવેલી પાડોશી દેશની હિન્દુ સહિતની ધાર્મિક લઘુમતીને ભારતમાં સંપૂર્ણ ચકાસણી બાદ ધારાધોરણ પ્રમાણે નાગરિકત્વ અપાશે અને તેની કટ ઓફ ડેટ પણ 31-12-2014 સુધી નક્કી કરવામાં આવી છે. આસામ બાબતે પણ આવી જ ગેરસમજ ફેલાવાય છે કે ત્યાં મોટી સંખ્યામાં બંગાળી હિન્દુઓ મોટા પ્રમાણમાં આવીને વસ્તી સંતુલન અસ્થિર કરશે. પણ આ અધિનિયમ કોઈ એક રાજ્ય માટે નથી, સમગ્ર દેશ માટે છે એ યાદ રાખવું જોઇએ. આમેય મોટાભાગના બંગાળી હિન્દુઓ આસામની બરાક વેલીમાં વર્ષોથી સ્થાયી થયા છે, તેમણે ત્યાંની ભાષા અને સંસ્કૃતિને વર્ષોથી અપનાવી લીધા છે.

બર્તીયા સુફી ફાઉન્ડેશનના અધ્યક્ષ કશીશ વારસી અધિનિયમની જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરતા કહે છે કે આ અધિનિયમ માત્ર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી 31-12-2014 પહેલા આવેલી ત્યાંની ધાર્મિક લઘુમતીઓ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીઓ માટે જ લાગુ પડે છે આ અધિનિયમને ભારતના 16 કરોડ મુસ્લિમો સાથે કંઈ લેવાદેવા જ નથી.
આ અધિનિયમને કારણે નાગરિકીકરણના કાયદાનો ભંગ કરવાની પણ કોઈ વાત નથી.કોઈ પણ મુસ્લિમ કે બિનમુસ્લિમ વ્યક્તિ બહારથી ભારતમાં આવીને સ્થાયી થવા માટે પ્રવર્તમાન કાયદા અનુસાર નાગરિકત્વની માંગણી કરી શકે છે. ભારતીય નાગરિકત્વના કાયદાની કલમ 6 હેઠળ કોઈપણ મુસ્લિમ વ્યક્તિ ભારતમાં નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. ઉપરાંત આ અધિનિયમમાં કોઈને દેશ નિકાલની પણ જોગવાઈ નથી એટલે દેશના ઉત્તર પૂર્વી ભાગોમાં વિદ્યાર્થી સંગઠનો આ મુદ્દે જે વિરોધ કરી રહ્યાં છે તે નિરર્થક છે.

તીનસુકીયા આસામના પ્રો.ડૉ.લુકમાન અલી કહે છે કે આ અધિનિયમની સ્પષ્ટ જોગવાઈઓને સમજ્યાં વગર કેટલાક તત્વોએ ગેરસમજો ફેલાવી દેશમાં અને વિશેષતઃઆસામમાં અસ્થિરતા સર્જવાના પ્રયાસો કર્યાં છે. ડૉ. અલી કહે છે કે ભારતીય મુસ્લિમો પોતાના નાગરિકત્વના અધિકારો આ અધિનિયમ છીનવી લેશે તેવા કાલ્પનિક ભયથી વિરોધ કરી રહ્યાં હોય તો તેમણે અધિનિયમની જોગવાઈઓ સમજી લેવી જોઈએ, એટલે વિરોધનું કોઈ કારણ નહીં રહે. કારણ કે પાયાવિહીન વિરોધ દેશમાં અસ્થિરતા સર્જે છે અને દેશની છબી પણ ખરડાય છે. આથી ભારતીય મુસ્લિમોએ કોઈના કહ્યાંમાં આવ્યાં વગર અધિનિયમની જોગવાઈઓને સમજવી જોઈએ એટલે વિરોધનું કોઈ કારણ જ નહીં રહે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch