Sat,27 April 2024,7:06 am
Print
header

એલોન મસ્કે યુવતીને આપ્યું રૂ.1.93 કરોડનું વળતર, લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ- Gujarat Post

(ફાઈલ તસવીર)

જાતીય શોષણનો ભોગ બનેલી યુવતી સ્પેસએક્સના કોર્પોરેટ એરક્રાફ્ટમાં હેલ્પર તરીકે ફરજ બજાવતી હતી

ઓનલાઇન ન્યૂઝ પોર્ટલે પીડિતા મિત્રના ઈન્ટરવ્યૂં, દસ્તાવેજી પુરાવાના આધારે રિપોર્ટ જાહેર કર્યો

મસ્કે પ્લેનના પ્રાઇવેટ રૂમમાં પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવીને પ્રપોઝ કર્યું હોવાનો દાવો

કેલિફોર્નિયાઃ ટ્વિટર ડીલને લઈને ચર્ચામાં રહેલા એલોન મસ્ક ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. અમેરિકાની અગ્રણી કંપની સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે તેની સામે કરવામાં આવેલા જાતીય સતામણીના કેસના દાવાની પતાવટ માટે 2,50,000 ડોલર (1,93,65,187 રૂપિયા)નું વળતર ચૂકવ્યું છે. મસ્કે આ અંગે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી. તેના પર 2016માં પોતાની કંપનીના એક કર્મચારીનું યૌન શોષણ કરવાનો આરોપ છે. સ્પેસએક્સ દ્વારા યૌન શોષણ અને વળતરની ચૂકવણી અંગે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્કે વળતરની રકમ 2018માં ચૂકવી હતી. મસ્ક રોકેટ કંપની સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ છે. જાતીય શોષણનો ભોગ બનેલી આ યુવતી સ્પેસએક્સના કોર્પોરેટ એરક્રાફ્ટમાં હેલ્પર તરીકે ફરજ બજાવતી હતી. એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો છે કે પીડિતા મસ્કની કંપનીમાં કરાર આધારિત કામદાર હતી. આ દાવાની પુષ્ટિ કરવા માટે વેબસાઇટે પીડિતાના મિત્રના ઇન્ટરવ્યૂં, દસ્તાવેજો અને ઘોષણાને આધારે રિપોર્ટ જાહેર કર્યો છે.

આ વેબસાઈટે જવાબ માટે કેલિફોર્નિયા સ્થિત સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશનના પ્રતિનિધિનો સંપર્ક કર્યો તો તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મસ્કે આ વિશે તેમને મોકલેલા ઇમેઇલ્સનો પણ જવાબ આપ્યો ન હતો. પીડિતાના મિત્રના જણાવ્યાં અનુસાર ફ્લાઇટ દરમિયાન મસ્કે પ્લેનના પ્રાઇવેટ રૂમમાં પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવીને પ્રપોઝ કર્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુવતીને મોકલવામાં આવેલા સંદેશમાં તેણે આ ઓફરના બદલામાં તેને રેસનો ઘોડો આપવાની પણ ઓફર કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch