Mon,20 May 2024,9:41 am
Print
header

Fact Check News: શું સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં EVMના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે ? જાણો વાઇરલ મેસેજનું સત્ય

(file photo)

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળી રહ્યાં છે. જેમાં એક વ્યક્તિ ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની ટીકા કરી રહી છે, જેને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યાં છે. આ વીડિયો શેર કરીને એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં વોટિંગ માટે ઈવીએમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વીડિયોમાં દેખાતી વ્યક્તિ કહે છે, આ લોકો બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આ લોકો RSS ના લોકો છે. તેમણે ઈલેક્ટોરલ બોન્ડનો ગુનો કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ગુનો જાહેર કર્યો છે અને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

Gujarat Post Fact Check News: જો કે ગુજરાત પોસ્ટના ફેક્ટ ચેક દરમિયાન સાબિત થયું કે આ વાયરલ વીડિયોમાં દેખાતા લોકો ઇવીએમ વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા વકીલો અને કાર્યકરો છે. અમે આ વીડિયોને લઇને ગુગલમાં અને યુટ્યૂબમાં સર્ચ કર્યું, સાથે જ સોશિયલ મીડિયા પરના કેટલાક એકાઉન્ટની સત્યતા ચકાસી, તો જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. એ વાત સાચી છે કે 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો, પરંતુ ઈવીએમ પર પ્રતિબંધનો દાવો સાચો નથી, આગામી લોકસભા ચૂંટણીમાં ઇવીએમનો જ ઉપયોગ થવાનો છે. ત્યારે આવો વીડિયો કે કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવી જોઇએ નહીં.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch