Fri,26 April 2024,8:25 am
Print
header

પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફે લીધા શપથ- Gujarat post

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના તમામ સાંસદોએ નેશનલ એસેમ્બલીમાંથી કર્યું વોકઆઉટ 

નેશનલ એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં શાહબાઝ શરીફના પક્ષમાં 174 મત પડ્યાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફ ચૂંટાયા છે.શાહબાઝ શરીફને નેશનલ એસેમ્બલીમાં બિનહરીફ નવા પ્રધાનમંત્રી ચૂંટવામાં આવ્યાં છે.આ પહેલાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના તમામ સાંસદોએ નેશનલ એસેમ્બલીમાંથી વોકઆઉટ કર્યુ હતું. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝ શરીફ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચુક્યાં છે. નેશનલ એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં શાહબાઝ શરીફના પક્ષમાં 174 મત પડ્યા છે અને શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. શાહબાઝ શરીફે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે.

નવા પ્રધાનમંત્રીની પસંદગી પહેલા ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીના સભ્યના રૂપમાં તે કહેતા રાજીનામુ આપી દીધુ કે તે ચોરોની સાથે નહીં બેસે. ઇમરાન ખાને કહ્યું- જે વ્યક્તિ વિરુદ્ધ અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસ છે. તે વ્યક્તિને પ્રધાનમંત્રી ના રૂપમાં જોવા તેનાથી મોટું દેશનું અપમાન ન હોઈ શકે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહેલા ઈમરાન ખાન સંસદ તો પહોંચ્યાં પણ તેની થોડી વાર પછી તેઓ સંસદમાંથી નિકળી ગયા હતા. ત્યાર બાદ તેમના સમર્થક સાંસદો પણ સંસદમાંથી બહાર આવી ગયા હતા.બહાર આવીને તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરી રહ્યાં છે.ત્યારે વિપક્ષી સાંસદો નવા પીએમને ચૂંટવા માટે સંસદમાં હાજર હતા. હાલ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ઘણા સાંસદો પોતાના રાજીનામાં આપી ચુક્યાં છે. બાકી રહેલા સાંસદો પણ પોતાનું રાજીનામું આપશે.આ માહિતી ખુદ ઈમરાન ખાને આપી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch