Fri,19 April 2024,10:24 pm
Print
header

ગુજરાત સહિત દેશના થિયેટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ પઠાણ થઈ રિલીઝ- Gujarat Post

અમદાવાદઃ ચાર વર્ષના લાંબા સમય બાદ શાહરૂખ ખાનની સિલ્વર સ્ક્રીન પર વાપસી થઈ છે. 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઇ છે. ગુજરાત સહિત દેશભરના થિયેટરોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ફિલ્મ રિલીઝ થઇ છે.

વડોદરા શહેરના અનેક મલ્ટિપ્લેક્સ બહાર પોલીસ સુરક્ષા મુકવામાં આવી છે. ફિલ્મ પઠાણના વિરોધની શક્યતાને લઈને પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરના અનેક મલ્ટિપ્લેક્સ કે જ્યાં ફિલ્મ પઠાણ રિલીઝ થઈ રહી છે ત્યાં સુરક્ષા વધારાઇ છે. ગઈકાલે મલ્ટિપ્લેક્સ સંચાલકો અને પોલીસ વચ્ચે થયેલી બેઠકમાં પોલીસ સુરક્ષા માંગવામાં આવી હતી. ફિલ્મ પઠાણમાં દિપિકા પાદુકોણની બીકીનીના ભગવા રંગને લઈને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો અને ફિલ્મ રિલીઝ નહીં થવા દઇએ તેવી ધમકી આપી હતી.

અમદાવાદમાં શાહરૂખ ખાનની પઠાણ મુવી આજે રિલીઝ થઈ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા. ફિલ્મના બેશર્મ ગીત વિવાદને લઈને મલ્ટિપ્લેક્સ એસોસિએશન દ્વારા પોલીસ પ્રોટેકશન માંગવામાં આવ્યું હતું.

સુરતના રાંદેર રોડ પર આવેલી રૂપાલી સિનેમામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.સુરતમાં મુવી રિલીઝ પહેલા વિરોધ નોંધાયો હતો. રાજકોટમાં પઠાણ ફિલ્મને લઈને અલગ અલગ સિનેમાની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ફિલ્મ ક્રિટિક્સનું માનવું છે કે પહેલા દિવસે આ ફિલ્મ 40 થી 50 કરોડ રૂપિયાની કમાણી કરશે.

મુંબઈ પોલીસે પઠાણ ફિલ્મના વિરોધમાં પ્રદર્શનની ધમકી આપતાં બજરંગદળના કાર્યકર્તાઓને નોટિસ આપી  છે. બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓએ સિનેમાઘર માલિકોને પઠાણ ફિલ્મ રિલીઝને લઇને ધમકી આપી હતી. જે બાદ અંધેરીમાં આવેલા પીવીઆર થિયેટર બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch