Fri,26 April 2024,6:43 pm
Print
header

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બ્રિટિશ PM સાથે ફોન પર કરી વાત- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

  • રશિયા-યુક્રેન યુદ્ધ ચોથા મહિનામાં પ્રવેશી ચુક્યું છે
  • બંનેમાંથી એક પણ પક્ષ ઝૂકવા તૈયાર નથી
  • યુક્રેન રશિયાને આપી રહ્યું છે ટક્કર

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં બંને દેશોમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું તેમણે બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન સાથે ફોન પર યુક્રેન માટે સંરક્ષણ સમર્થન અંગે ચર્ચા કરી છે. ઝેલેન્સ્કીએ ટ્વિટ કર્યું અમે યુક્રેન માટે સંરક્ષણ સમર્થનને મજબૂત બનાવવા અને સુરક્ષા મુદ્દે વાત કરી છે. ઉર્જા સંકટ વચ્ચે યુક્રેનને ઇંધણના પુરવઠા મુદ્દે પણ વાતચીત થઈ છે.

યુકે સરકારે અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું કે વડાપ્રધાને આ હુમલા સામે પોતાના વતનની રક્ષા કરવાના પ્રયાસોમાં બહાદુર યુક્રેનિયન સશસ્ત્ર દળોને ટેકો આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમને જરૂરી હથિયારો અને ઉપકરણો પૂરા પાડવામાં આવશે. બંને નેતાઓએ પુતિન દ્વારા યુક્રેનના સૌથી મોટા શિપિંગ બંદર ઓડેસાની નાકાબંધી અંગે પણ વાત કરી. યુકે જી 7 ભાગીદારો સાથે આ મામલે કામ કરશે.

રશિયા-યુક્રેન યુદ્ધ ચોથા મહિનામાં પ્રવેશી રહ્યું છે, હવે તેનું ધ્યાન દેશના પૂર્વીય હિસ્સા તરફ વળ્યું છે. યુક્રેનના નાયબ સંરક્ષણ પ્રધાન મલયારે જણાવ્યું કે યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. ડોનબાસ ક્ષેત્રમાં લડાઇ અંગે વાત કરતા કહ્યું દુશ્મન દળો એક સાથે અનેક દિશાઓમાં આપણા સૈનિકો પર હુમલો કરી રહ્યાં છે.આ યુદ્ધનો અત્યંત મુશ્કેલ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch