Sat,27 April 2024,3:24 am
Print
header

અમેરિકા ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા માટે કામ કરવાનું ચાલુ રાખશે, ભારતને લઈને કહી આ વાત- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • વર્લ્ડમાં રિલિજિયસ ફ્રીડમ પર વાર્ષિક અમેરિકન રિપોર્ટ થયો રજૂ
  • આવતા મહિને બ્રિટનમાં ધાર્મિક સ્વતંત્રતા પર મંત્રીઓના સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે
  • લોકો અને ધાર્મિક સ્થળો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારત પણ ચિંતિત

વોશિંગ્ટનઃ અમેરિકાએ ફરી એકવાર કહ્યું છે કે તે વિશ્વભરના લોકોની ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા માટે કામ કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોઇન બ્લિન્કેને અનેક દેશોમાં લોકો અને ધાર્મિક સ્થળો પર હુમલાને પગલે આ વાત કહી છે. તેમણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીનમાં અલ્પસંખ્યકો અને મહિલાઓ પર હુમલાઓનો ઉલ્લેખ કર્યો હતો.

વર્લ્ડમાં રિલિજિયસ ફ્રીડમ પર વાર્ષિક અમેરિકન રિપોર્ટ (2022)ની રજૂઆત દરમિયાન વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાત કરતા બ્લિન્કેને કહ્યું અમેરિકા હંમેશાં લોકોની ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટે ઉભું રહ્યું છે. અમે અન્ય દેશોની સરકારો, બહુદેશીય સંસ્થાઓ, નાગરિક સમાજ સાથે મળીને આ દિશામાં કામ કરીશું.આવતા મહિને બ્રિટનમાં ધાર્મિક સ્વતંત્રતા પર મંત્રીઓના સંમેલનમાં તેની ચર્ચા કરવામાં આવશે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે, લોકો અને ધાર્મિક સ્થળો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારત પણ ચિંતિત છે. એશિયાના દેશોમાં ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન,ચીનમાં લઘુમતી સમુદાયની મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરના સમુદાયોમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક લઘુમતીઓના અધિકારો જોખમમાં છે.

તેમણે જણાવ્યું કે ચીનમાં અન્ય ધર્મોના લોકોને પરેશાન કરવાનું ચાલુ છે,જેને તે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સિદ્ધાંતોની વિરુદ્ધ માને છે. તેમાં તિબેટીયન બૌદ્ધો, ખ્રિસ્તી, ઇસ્લામિક પૂજા ગૃહોનો નાશ કરવાનો,ખ્રિસ્તીઓ, મુસ્લિમો માટે રોજગાર અને આવાસ માટે અવરોધો ઉભા કરવાનો સમાવેશ થાય છે.બ્લિન્કેને કહ્યું તાલિબાન સરકારના કાર્યકાળમાં અફઘાનિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.મહિલાઓ અને યુવતીઓને શિક્ષણ અને અન્ય મૂળભૂત અધિકારોને ધર્મના નામે છીનવી લેવાય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch