રાજ્યસભાની કુલ 245 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો પરના સભ્યોનો કાર્યકાળ પુરો થવાનો હોવાથી ચૂંટણી યોજાશે.
ગાંધીનગરઃ દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની 56 રાજ્યસભાની બેઠકો પર પણ ચૂંટણી છે. ગુજરાતમાંથી ભાજપના મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા, કૉંગ્રેસનાં અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. રાજ્યસભની આ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરીને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ જ નથી. જેને કારણે ગુજરાતની ચાર બેઠકો પર ભાજપ બિનહરીફ જીતશે તે નક્કી છે. ગુજરાતમાંથી ભાજપ કોને ઉમેદવાર બનાવે છે તેના પર સૌની નજર રહેશે. એક ચર્ચા મુજબ, માંડવિયા અને રૂપાલાને રિપિટ કરી શકાય છે, જ્યારે અન્ય બે નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
ગુજરાતમાં અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવા, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલાની ટર્મ થાય છે પુરી
ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યાં મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરી શકાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
બે લોકોને ભરખી જનારી ખ્યાતિ હોસ્પિટલને ખુદ આરોગ્ય મંત્રીએ આપ્યો હતો એવોર્ડ, તસવીર થઈ વાયરલ- Gujarat Post | 2024-11-13 11:16:14
સુરતમાં સગા પિતાએ પુત્રીની છાતીએ હાથ ફેરવ્યો, પાયજામો ઉતારીને... Gujarat Post | 2024-11-13 11:11:39
ખ્યાતિ હોસ્પિટલના સીઈઓનો ખોટો દાવો, કહ્યું- દર્દીઓ સ્વેચ્છાએ જ આવ્યાં હતા- Gujarat Post | 2024-11-13 09:21:06
અમદાવાદની આ હોસ્પિટલે રૂપિયા ખંખેરવા કરી નાખ્યાં ઓપરેશન, 2 દર્દીઓનાં મોત થતા હોબાળો- Gujarat Post | 2024-11-12 15:09:46
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post | 2024-11-10 10:45:29
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખુને સમોસા ન મળ્યાં ! CID ને સોંપી દેવામાં આવી તપાસ | 2024-11-08 17:45:09