Fri,26 April 2024,3:20 pm
Print
header

શસ્ત્રપૂજા કરીને રાજનાથસિંહે ચાલાક ચીનને આપી ચેતવણી, અમારી 1 ઇંચ જમીન પણ નહીં છોડીએ

નવી દિલ્હીઃ વિજયાદશમીના પર્વ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્ર પૂજા કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત ઇચ્છે છે કે ચીન અને ભારતની વચ્ચે બોર્ડર પર શાંતિ રહેવી જોઇએ તણાવ ખત્મ થવો જોઇએ. પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે આપણી સેના કોઇને પણ દેશની એક ઇંચ જમીન પર કબ્જો કરવા દેશે નહીં. રાજનાથ સિંહના કાર્યક્રમમાં આર્મી ચીફ એમ.એમ.નરવણે હાજર હતા. ભારતમાં વર્ષોથી વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજા કરવાની પરંપરા છે.

મંત્રોચ્ચારની વચ્ચે શસ્ત્રપૂજા બાદ રાજનાથ સિંહે કહ્યું કે અત્યારે ભારત અને ચીન વચ્ચે  તણાવ ચાલી રહ્યો છે. ભારત ઇચ્છે છે કે તણાવ સમાપ્ત થાય, શાંતિ સ્થાપિત થાય, આપણો ઉદ્દેશય આ જ છે. પરંતુ કયારેક કયારેક કેટલીક એવી નાપાક હરકતો થતી રહે છે પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું અને મને પૂરો વિશ્વાસ છે કે આપણા જવાનો કોઇપણ સંજોગોમાં ભારતની એક ઇંચ જમીન કોઇ બીજાના હાથોમાં જવા દેશે નહીં.

ગલવાનમાં ચીનના વિશ્વાસઘાતનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તાજેતરમાં ભારત-ચીનની સરહદ પર જે બન્યું છે તેની ચોક્કસ માહિતીના આધારે, હું કહી શકું છું કે આપણા દેશના સૈનિકોની જે પ્રકારની ભૂમિકા છે. તેઓએ તેનું ધ્યાન રાખ્યું છે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે તેમની બહાદુરીની ચર્ચા સુવર્ણ અક્ષરોમાં થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch