Fri,26 April 2024,9:11 pm
Print
header

અગ્નિપથના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કરી આ મોટી જાહેરાત- Gujarat post

સિવિલ નોકરીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે

4 વર્ષની નોકરી પુરી કર્યાં પછી પણ નહીં રહે બેકાર, પછી પણ મળશે બીજી નોકરી 

નવી દિલ્હીઃ દેશમાં અગ્નિપથ યોજનાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે સેનામાં નોકરી કર્યાં બાદના સમયમાં અગ્નિવીરોને  10 ટકા અનામત મળશે. ભારતીય તટરક્ષક બળ, રક્ષા નાગરિક પદો અને તમામ 16 રક્ષા સાર્વજનિક ક્ષેત્રોમાં તેમને અનામતથી નોકરી મળશે.જે માટે ભરતીના નિયમોમાં જરૂરી સંશોધન કરાશે, ઉંમરમાં છૂટછાટની જોગવાઇ કરાશે.

દેશભરમાં અગ્નિપથ યોજનાને લઇને થઇ રહેલા પ્રદર્શન વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખો સાથે અગ્નિપથ સ્કીમને લઇને ચર્ચા કરી હતી. નિર્ણય લેવામાં આવ્યો છે કે રક્ષા મંત્રાલયની સિવિલ નોકરીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે. કોસ્ટગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં પણ 10 ટકા કોટા આપવામાં આવશે.રાજનાથ સિંહે જરૂરી માપદંડોને પૂરા કરનાર અગ્નિવીરો માટે રક્ષા મંત્રાલયમાં નોકરીની ખાલી જગ્યાઓ માટે 10 ટકા અનામત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 4 વર્ષ અગ્રિવીરો સેનામાં નોકરી કરશે, પરંતુ તેમને પેન્શન નહીં મળે અને પછીથી પણ તેમના ભવિષ્યને લઇને અનિશ્વિતતા હતી, જેથી બિહાર જેવા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યાં છે, પરંતુ 4 વર્ષ સેનાની નોકરી પછી પણ અગ્નિવીરોને નોકરી મળે તેવું આયોજન સરકારે કરી દીધું છે. તેમને કોઇ પણ ક્ષેત્રમાં નોકરી મળે તેવી પોલીસ તૈયાર કરવામાં આવી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch