Sun,05 May 2024,12:23 am
Print
header

રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતની જીત, જયસ્વાલે ટેસ્ટ મેચમાં જોરદાર બેટિંગ કરીને રેકોર્ડ બનાવ્યો

ભારત સામે 434 રને ઇંગ્લેન્ડની હાર

જયસ્વાલે બેવડી સદી ફટકારી, 17 વર્ષ જૂનો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી નાખ્યો

રાજકોટઃ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટના નુકસાન પર 430 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં મળેલી 126 રનની લીડને આધારે ભારતે ઈંગ્લેન્ડને જીતવા 576 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. જેમાં 434 રને ભારતનો વિજય થયો છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 122 રને ઓલ આઉટ થઇ ગયું હતુ અને ભારતની જીત થઇ હતી.

આ મેચમાં જોરદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ 14 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે 214 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સરફરાઝ ખાન પણ 68 રન બનાવી અણનમ રહ્યો હતો. શુભમન ગિલ 91 રન બનાવી રન આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે અનેક રેકોર્ડ બનાવ્યાં હતા. તે ભારત તરફથી ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ સિક્સ, 500થી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો હતો. તેને 17 વર્ષ જૂનો ગાંગુલીનો બેવડી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

576 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત નબળી રહી હતી. 29 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ક્રાઉલી 11, બેન ડકેટ 4, ઓલી પોપે 3 અને જોની બેયરસ્ટો 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યાં હતા, ત્યાર બાદ 122 રને તેઓ ઓલઆઉટ થઇ ગયા હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch