Sun,05 May 2024,9:11 pm
Print
header

રાજકોટમાં પૂર્વ ટ્રાફિક વોર્ડને ગીરવે મુકેલું સોનું છોડાવવા રૂ. 2.31 લાખની છેતરપિંડી કરી- Gujarat Post

રૂપિયા ભરાઈ ગયા બાદ આરોપી સિગરેટ પીવાના બહાને ફરાર થઈ ગયો

થોડા સમય પહેલા પણ આરોપી સામે આવી જ ફરિયાદ નોંધાઈ હતી

રાજકોટ: પૂર્વ ટ્રાફિક વોર્ડન સામે ફરિયાદ નોંધાઈ છે. ગીરવે મૂકેલું સોનું છોડાવવાના બહાને છેતરપિંડી કર્યાંની પોલીસ ફરિયાદ થઇ છે. દિવાનપરા પોલીસ ચોકીની સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતાં ઉમંગ જેન્તીભાઈ ધકાણ (ઉ.વ.31) સાથે ગીરવે મુકેલું સોનું છોડાવવાના બહાને આરોપી પૂર્વ ટ્રાફિક વોર્ડન યોગેશ અશોક જીલકાએ 2.31 લાખની છેતરપિંડી કર્યાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.  

આરોપી યોગેશ સામે આજ રીતે એક મહિલા સાથે રૂ.3.50 લાખથી વધુ રકમની છેતરપિંડી કર્યાની થોડા સમય પહેલાં ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં તે ઘણાં સમય સુધી વોન્ટેડ રહ્યાં બાદ તાજેતરમાં જ તેની પોલીસે ધરપકડ કરી હતી. હવે તેની સામે બીજી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં ઉમંગભાઈએ જણાવ્યું છે કે ગઈ તા.9ના રોજ આરોપી યોગેશ તેની ઓફિસે આવ્યો હતો. આવીને તેને કહ્યું કે રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસેની ફાયનાન્સની ઓફિસમાં તેનું 55 ગ્રામ સોનું ગીરવે મુકેલું છે. જેની ઉપર તેણે રૂ.2.25 લાખની લોન લીધી છે. જે દાગીના હવે તેને છોડાવી વેચી નાખવા છે. જેથી દાગીના છોડાવી આપવાનું કહેતાં તેણે બધી પ્રોસેસ કર્યા બાદ તેની ઓફિસમાં કામ કરતાં ધીરૂભાઈ રાણપરાને રૂ.2 લાખ આપી આરોપી યોગેશ સાથે સોનું છોડાવવા ફાયનાન્સની ઓફિસે મોકલ્યો હતો.

જ્યાં પહોંચ્યા બાદ ધીરૂભાઈએ વધુ રૂ. 31 હજાર ભરવા પડશે તેમ કહેતાં ફાયનાન્સ કંપનીમાં રૂ.31 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. થોડી વાર બાદ ધીરૂભાઈએ તેને કોલ કરી જણાવ્યું કે લોનની રકમ ફાયનાન્સ કંપનીમાં ભરાઈ થઇ ગયા બાદ આરોપી યોગેશ સિગારેટ પીવા જવાના બહાને ભાગી ગયો છે. લોન લીધા અંગેની પહોંચ પણ સાથે લેતો ગયો છે. આમ તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જાણતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch