Sat,27 April 2024,2:08 am
Print
header

વીડિયો, રાહુલ ગાંધીએ તમિલનાડુમાં બતાવી પોતાની ફિટનેસ, 9 સેકન્ડમાં લગાવ્યાં 13 પુશઅપ્સ

તમિલનાડુઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની દક્ષિણની મુલાકાતમાં નવા રૂપ જોવા મળી રહ્યાં છે. અગાઉ તેઓ કેરળમાં માછીમારો સાથે દરિયામાં સ્વિમિંગ કરતા જોવા મળ્યાં હતા અને સિક્સ પેક એબ્સ પણ બતાવ્યાં હતા. સોમવારે રાહુલ ગાંધીએ તમિલનાડુની મુલાકાતમાં કન્યાકુમારીમાં રોડ શો કર્યો હતો ત્યાર બાદ રાહુલે એક અલગ શૈલીમાં જોવા મળ્યાં હતા.રાહુલે વિદ્યાર્થીઓ સાથે ક્ન્યાકુમારીની સેન્ટ જોસેફ મેટ્રિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે નૃત્ય કર્યું હતું.

દરમિયાન રાહુલ એક યુવાન વિદ્યાર્થી સાથે દેખાયા હતા. રાહુલે અહીં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને એક વિદ્યાર્થી સાથે આઈકીદો પરફોર્મ કર્યું હતું. આઈકીદો દર્શાવ્યાં બાદ એક વિદ્યાર્થીએ રાહુલ ને પુશઅપ્સ કરવાની અપીલ કરી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીએ પોડિયમ પર વિદ્યાર્થી સાથે પુશઅપ્સ કર્યાં હતા, જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓએ 9 સેકન્ડમાં નોનસ્ટોપ 13 પુશઅપ્શ કર્યાં હતા. પછી વિદ્યાર્થીને એક હાથથી પુશઅપ્સ  કરવા કહ્યું હતું અને રાહુલે તે પણ કરી બતાવ્યું હતુ. ત્યારે રાજનીતિના રંગ વચ્ચે રાહુલે વિદ્યાર્થીઓ સાથે પોતાનો સમય કાઢીને થોડી મસ્તી પણ કરી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch