Fri,26 April 2024,10:26 am
Print
header

ફ્રાંસના જાણીતા ઉદ્યોગપતિ ઓલિવિયર દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, રાફેલ ફાઇટર પ્લેન બનાવતા હતા

લંડનઃ ફ્રાંસના ઉદ્યોગપતિ ઓલિવિયસ દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હોવાનું ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું છે.  તેમની કંપની રાફેલ ફાઇટર પ્લેન બનાવવા જાણીતી છે. દસોના મોત પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ શોક વ્યક્ત કર્યો છે.

અહેવાલ મુજબ રવિવારની રજા ગાળવા દસો જતા હતા ત્યારે તેમનું અંગત હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું.જેમાં તેમનું મોત થયું હતું. દસો ગ્રુપ પાસે એવિએશન કંપની ઉપરાંત ફિગારો અખબાર પણ છે.તેઓ ફ્રાંસની નેશનલ એસેમ્બલીમાં વર્ષ 2002માં ચૂંટાયા હતા ઓઈસ એરિયાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ ફ્રાંસમાં સાંસદ પણ હતા. ફ્રાંસના ઉદ્યોગપતિ સર્જ દસોના સૌથી મોટા પુત્ર અને દસોના સંસ્થાપક માર્કેલ દસોન પૌત્ર ઓલિવિયરસ દસોની ઉંમર 69 વર્ષ હતી. રાજકીયકારણો અને હિતોના ટકરાવથી બચવા તેમણે દસો બોર્ડમાથી નામ પરત લઇ લીધું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch