Fri,26 April 2024,8:48 pm
Print
header

મોદી અને જો બાઈડન વચ્ચે વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય મુલાકાત, US પ્રેસિડેન્ટે પોતાની મુંબઈ મુલાકાતને કરી યાદ

વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે દ્રિપક્ષીય મુલાકાત થઈ છે.વ્હાઈટ હાઉસમાં PM મોદી અને બાઈડનની બેઠક યોજાઈ છે. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત સમયે બાઈડને તેમની અગાઉની  મુંબઈ મુલાકાત યાદ કરી હતી.તેમણે કહ્યું કે મુંબઈમાં તેમના સંબંધીઓ પણ છે. 

રાષ્ટ્રપતિ બાઈડને વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીને કહ્યું અમે તમને ખૂબ લાંબા  સમયથી ઓળખીએ છીએ. આજે અમે ભારત-અમેરિકાના નવા અધ્યાયની શરુઆત કરી રહ્યાં છીએ. 40 લાખ ભારતીય અમેરિકનો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યાં છે. બીજી તરફ પીએમ મોદીએ કહ્યું ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું વર્ષ 2014માં અને 2016માં મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની તક મળી હતી. તે સમયે ભારત-અમેરિકા સંબંધોને લઈ વિઝન પ્રેરક હતું. આજે રાષ્ટ્રપતિ તરીકે જે પગલાં લઈ રહ્યાં છો તેનું હું સ્વાગત કરુ છું.

મુલાકાત અગાઉ જો બાઈડને સોશિયલ મીડિયા પર કહ્યું કે આજે હું એક દ્વિપક્ષીય બેઠક માટે વ્હાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરવા જઈ રહ્યો છું. હું બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ-પ્રશાંતને યથાવત રાખવા તથા કોવિડ-19થી લઈ જળવાયુ પરિવર્તન સહિતની અનેક બાબતોનો સામનો કરવા તત્પર છું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch