Fri,26 April 2024,9:26 pm
Print
header

દિલ્હીમાં પ્રશાંત કિશોરે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, નવા જૂનીના એંધાણ

નવી દિલ્હી: દેશમાં રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે દિલ્હીમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. પીકે સાથે મુલાકાતને લઈને પ્રિયંકા ગાંધીએ તેમનો લખનઉનો પ્રવાસ પણ રદ કરી નાખ્યો હતો, તેઓ બે દિવસ લખનઉના પ્રવાસે જવાના હતા પરંતુ આ મુલાકાતને કારણે તેમણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.

સૂત્રોના જણાવ્યાં મુજબ પંજાબ અંગે મોટા નિર્ણયો થઈ શકે છે આ પહેલા પ્રશાંત કિશોર સીએમ અમરિન્દર સિંહને પણ મળ્યાં હતા.

પંજાબ ચૂંટણીને લઈને ચર્ચા?

અટકળો લગાવવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરની બેઠક દરમિયાન પંજાબ ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ છે. થોડા મહિનાઓ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યાં હતા ત્યાર બાદ કિશોરે ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પહેલા પ્રશાંત કિશોરે ગત મહિને એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે બે-ત્રણ તબક્કામાં બેઠકો થઈ ચુકી છે. પ્રશાંત કિશોરે હાલમાં પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની જીતમાં રણનીતિકારની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર રાજકીય પાર્ટીઓની ચૂંટણી રણનીતિ તૈયાર કરે છે. આ પહેલા તેઓ બંગાળ ચૂંટણીમાં મમતા ની પાર્ટી ટીએમસી માટે રણનીતિક તરીકે કામ કરતા હતા.તેમની રણનીતિને કારણે જ ટીએમસીને 213 બેઠકો મળી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch