Sun,05 May 2024,7:36 am
Print
header

Big News: લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટી જાહેરાત, આજથી દેશમાં નાગરિકતા કાયદો CAA લાગુ કરાયો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ મોદી સરકારે મોટી જાહેરાત કરી છે, આજથી દેશમાં સીએએ કાયદો લાગુ થઇ ગયો છે. જે માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નાગરિકતા સુધારણા કાયદો લાગુ થયા બાદ દેશમાં અનેક મોટા ફેરફારો થશે.

આ નવો કાયદો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતો, પરંતુ ચૂંટણી પહેલા જ ગૃહમંત્રાયલ દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા બિન મુસ્લિમ વિસ્થાપિતોને ભારતની નાગરિકતા મળશે. આ ત્રણ દેશોમાંથી આવેલા લઘુમત્તિઓ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી અને બૌદ્ધને ભારતની નાગરિકતા આપવામાં આવશે. તેમને એક ભારતીય નાગરિકને મળતા તમામ ફાયદા અને સુવિધાઓ મળશે.

- CAA (નાગરિકતા સંશોધન અધિનિયમ) આજથી દેશમાં લાગુ
- ત્રણ દેશોમાંથી આવેલા લઘુમત્તિઓને ભારતમાં મળશે નાગરિકતા
- 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી ભારત આવેલા બિન મુસ્લિમોને મળશે નાગરિકતા

નાગરિકતા મેળવવા ઓનલાઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, બાદમાં તેની તપાસ કરીને તેમને નાગરિકતા આપવામાં આવશે. આ મામલે અગાઉ અનેક વિપક્ષોએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે ત્રણ દેશોના બિન મુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે, આ નિર્ણય સરકારે કરી લીધો છે, અગાઉ આ કાયદો લાગુ કરવાનો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધમાં અનેક અરજી થઇ હતી અને દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, પરંતુ હવે 4 વર્ષ બાદ સરકારે સુધારેલો આ કાયદો લાગુ કરી દીધો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch