Fri,26 April 2024,4:24 pm
Print
header

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સેમીફાઇનલમાં હાર, હવે બ્રોન્ઝ મેડલની આશા બચી

ટોકયોઃ ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગયા છે. સિંધુ હવે રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ચીનની જિયાઓ બિંગ સામે રમશે. સેમી ફાઇનલની પહેલી ગેમમાં એક સમયે 4 પોઇન્ટથી આગળ હોવા છતાં પીવી સિંધુ પહેલો સેટ 21-18થી હારી ગયા, તેને કારણે તાઈ જૂએ પહેલેથી જ ગેમમાં પક્કડ બનાવીને સિંધુને સતત બીજી ગેમમાં પણ 21-13થી હરાવી દીધી.

ટોકયો ઓલિમ્પિક (Tokyo Olympics) પોતાના અડધા સફર પર આવી ચૂકી છે. હવે આ ખેલ મહાકુુંભની અડધી સફર બાકી છે. ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકના અડધા સફરમાં અત્યાર સુધી બે મેડલ પાક્કા કરી લીધા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 54 માં ક્રમે છે. અમેરિકાને 16 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ એમ 45  મેડલ મળ્યાં છે. ચીને 21 ગોલ્ડ, 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મળીને કુલ 45 મેડલ મેળવ્યાં છે. જાપાને 17 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ મળી કુલ 30 મેડલ મેળવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch