Sat,27 April 2024,7:01 am
Print
header

જાપાનમાં નમો.. નમો, લાગ્યા જયશ્રી રામ અને મોદી મોદીનાં નારા- Gujarat Post

(ટોક્યો એરપોર્ટ પર ઉતરતાં પીએમ મોદી. તસવીર સૌજન્યઃ એએનઆઈ)

PM Modi Japan Visit: પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે પહોંચી ગયા છે. ટોક્યો એરપોર્ટથી પીએમ મોદી સીધા હોટલ ન્યૂ ઓટાની પહોંચ્યાં હતા, જ્યાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દરમિયાન જય શ્રી રામ અને મોદી મોદીના નારા લાગ્યા હતા. અહીં પીએમ મોદીએ બાળકો સાથે પણ વાત કરી હતી. ભારતીય સમય અનુસાર સવારે 4.20 વાગ્યે પીએમ મોદીનું વિમાન ટોક્યોમાં લેન્ડ થયું હતું.

વડા પ્રધાન ક્વાડ સમિટમાં ભાગ લેવા ટોક્યોની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકાનાં નેતાઓ સાથે વાત કરશે. બે દિવસના પ્રવાસ દરમિયાન મોદી ત્રણ મોટા દેશોના નેતાઓ સાથે બેઠક કરશે.

પીએમ મોદીનો બે દિવસનો વ્યસ્ત કાર્યક્રમ છે. સોફ્ટબેન્ક ગ્રુપ અને સુઝુકી મોટર કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક ઉપરાંત અનેક બિઝનેસ લિડર્સ સાથે બેઠક કરશે. 24 મેના રોજ મોદી ટોક્યોમાં ક્વાડ નેતાઓ સાથે શિખર બેઠકમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ એન્થની અલ્બાનીઝ સાથે વાતચીત થશે. દ્વિપક્ષીય વાર્તા દરમિયાન રોકાણ, સુરક્ષા અને ટેકનોલોજી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch