Fri,26 April 2024,3:12 pm
Print
header

PM મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર કચ્છનો ઉલ્લેખ કરીને કહી આ વાત

નવી દિલ્હીઃ વિશ્વ પર્યાવરણ દિવસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચુઅલ સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર તથા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ થયા હતા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ગુજરાતના કચ્છનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. કચ્છનો ઉલ્લેખ કરી કહ્યું અહીં વિશ્વનો સૌથી મોટો વિન્ડ અને સોલાર પાર્ક બની રહ્યો છે. 6-7 વર્ષમાં આપણા રિન્યૂએબલ એનર્જીની ક્ષમતામાં 250 ટકાનો વધારો થયો છે.ઈન્સ્ટોલ્ડ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના મામલે ભારત વિશ્વના ટોપ-5 દેશોમાં છે.

પીએમ મોદીએ 21મી સદીમાં ઈથેનોલ ભારતની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું 7-8 વર્ષ પહેલા ભારતમાં ઈથેનોલ પર ચર્ચા દુર્લભ હતી. પરંતુ હવે તે 21મી સદીની પ્રાથમિકતા સાથે સંકળાઈ છે અને 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેંડિગ પૂરા કરવાનો સંકલ્પ લીધો છે 2014 સુધી આ સરેરાશ દોઢ ટકા જેટલી હતી આજે 8.5 ટકા પર પહોંચી ગઈ છે. 

પીએમે કહ્યું ક્લાયમેટ ચેંજને કારણે જ પડકારો આવી રહ્યાં છે તેની સામે ભારત જાગૃત છે અને સક્રિય રીતે કામ કરી રહ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch