Fri,26 April 2024,6:06 pm
Print
header

PM Modi ના બર્થ ડે પર શુભેચ્છાઓનો વહ્યો ધોધ, રાહુલ ગાંધી અને કેજરીવાલે પણ પાઠવી શુભકામનાઓ- Gujarat Post

(file photo)

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ આ અવસર પર તેમને અભિનંદન પાઠવ્યાં છે. તેમના જન્મદિવસ પર વડાપ્રધાન આજે ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોને સંબોધિત કરશે. સૌ પ્રથમ પીએમ મધ્યપ્રદેશના કુનો-પાલપુર રિઝર્વમાં બનેલા બિડાણમાં નામિબિયાથી ચિત્તાઓને છોડશે.આ સિવાય પીએમ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોને સંબોધિત કરશે.

જેપી નડ્ડાએ ટ્વિટ કરીને લખ્યું કે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર દેશભરમાં રક્તદાન અમૃત મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. હું તમામ કાર્યકર ભાઈઓ અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને માનવ સેવા માટે શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં ભાગ લેવા વિનંતી કરું છું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા

મોદીને અભિનંદન આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. તેમણે તેમના નેતૃત્વમાં દેશમાં પ્રગતિ અને સુશાસનને અભૂતપૂર્વ તાકાત આપી છે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને નવી ઊંચાઈઓ આપી છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch