Sat,27 July 2024,10:19 am
Print
header

બોટાદમાં ACB ની સફળ ટ્રેપ, GST અધિકારી રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

બોટાદઃ લાંચિયા બાબુઓ સામે એસીબી સતત કાર્યવાહી કરતું હોવા છતાં કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. બોટાદમાં એસીબીએ સફળ ટ્રેપ કરીને વધુ એક લાંચિયા સરકારી બાબુને ઝડપી પાડ્યાં છે. રાજ્ય વેરા કચેરી બોટાદ ઘટક -77ના સ્ટેટ ટેક્સ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. આર.જે.ઠુમ્મર રૂપિયા 20 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઇ ગયા છે. ફરિયાદીને બાકી ટેક્સની એક નોટિસ આપવામાં આવી હતી, જેમાં કાર્યવાહી ન કરવા અને મદદ કરવા 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અગાઉ 80 હજાર રૂપિયા લઇ લેવાયા હતા અને ફરિયાદી પાસે 20 હજાર રૂપિયાની વારંવાર માંગ કરાઇ રહી હતી. જેથી ફરિયાદીએ અધિકારીના ત્રાસને કારણે એસીબીમાં ફરિયાદ આપતા આ લાંચના છટકાનું આયોજન કરાયું હતુ.

થોડા સપ્તાહ પહેલા બોટાદ ડીઆઈએલઆર જમીન દફ્તર કચેરીના અધિકારી જમીન રિ-સર્વે કરવાની માપણીની અવેજીમાં બે લાખ રૂપિયા લાંચ પૈકીના પ્રથમ હપ્તામાં એક લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોની ઝપટે આવી ગયો હતો. બોટાદ જિલ્લા સેવા સદનમાં આવેલી બોટાદ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરીમાં જિલ્લા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સંજય સવદાસભાઈ રાવલિયાએ જમીન રિ-સર્વે કરવાની માપણીના અવેજમાં અરજદારો પાસેથી એક હેક્ટર દીઠ રૂા.40,000ની માંગણી કરી હતી. જેમાં રકઝકને અંતે એક હેક્ટર દીઠ રૂા.20,000 મળીને કુલ 10 હેક્ટર જમીનના 2 લાખ રૂપિયાની લાંચ આપવાનું નક્કી થયું હતું.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી બોટાદ એસીબીમાં ફરિયાદ કરી હતી.ભાવનગર એસીબી એકમના ઈન્ચાર્જ મદદનિશ નિયામક બી.એલ. દેસાઈના સુપરવિઝન હેઠળ બોટાદ એસીબી પીઆઈ આર.ડી. સગર અને તેમનીટીમે બોટાદ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરી, ડીઆઈએલઆરની ચેમ્બરમાં છટકું ગોઠવી લાંચિયા અધિકારી એસ.એસ.રાવલિયાને પંચની હાજરીમાં ઝડપી પાડ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch