Fri,26 April 2024,9:39 pm
Print
header

જાપાનના Economic Zoneની નજીક ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઈલ ખાબકી, બંને દેશો વચ્ચે વધી શકે છે તણાવ

(ફાઈલ તસવીર)

સિઓલઃ નોર્થ કોરિયાએ જાપાન નજીક દરિયામાં બે બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ  આ જાણકારી આપી હતી.જાપાન સરકારના નિવેદનમાં જણાવાયું છે કે લોકોના જીવની સુરક્ષા માટે અમે તમામ પ્રયત્ન કરી રહ્યાં છીએ અને સ્થિતિનું વિશ્લેષણ કરીને નજર રાખી રહ્યાં છીએ.

જાપાની સેનાએ કહ્યું કે નોર્થ કોરિયાની મિસાઈલ જાપાનના એક્સક્લૂસિવ ઈકોનોમિક ઝોન પાસે આવીને પડી છે. જાપાનના પીએમ સુગાએ મીડિયાને જણાવ્યું કે, એક વર્ષ પહેલા પણ તેમણે આ પ્રકારની મિસાઈલ લોન્ચ કરી હતી. જે અમારા દેશની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું ઉલ્લંઘન પણ છે.

સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે પણ નોર્થ કોરિયાના આ પગલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયા તરફથી સી ઓફ જાપાનમાં અજાણ્યા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ સમુદ્રને કોરિયામાં પૂર્વ સાગર પણ કહેવાય છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અંતર્ગત નોર્થ કોરિયા પર બલિસ્ટિક મિસાઈલ બનાવવા પર પ્રતિબંધ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch