Fri,26 April 2024,7:28 pm
Print
header

બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat

રાજ્યપાલને 160 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો

નીતિશ કુમારે જેડીયુના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક

બિહારઃ રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ સિંહને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ નીતીશ કુમારે કહ્યું હતુ કે અમે એનડીએ છોડી દીધુ છે. નીતીશે આ સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રાજ્યપાલને 160 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે. નીતીશ કુમારે કહ્યું કે તમામ ધારાસભ્યો અને સાંસદોએ એક સ્વરમાં એનડીએ ગઠબંધનમાંથી બહાર રહેવાનું સૂચન કર્યું હતું, ત્યારબાદ મેં રાજીનામું આપ્યું છે.

સીએમ નીતિશ કુમારે જેડીયુના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકમાં CMએ ભાજપ પર અપમાનિત કરવાનો આરોપ લગાવીને ગઠબંધન તોડી નાખ્યું. સીએમે કહ્યું કે ભાજપે ષડયંત્ર રચીને જેડીયુને નબળું પાડવાનો પ્રયાસ કર્યો છે. જેડીયુના તમામ સાંસદો અને ધારાસભ્યોએ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે દરેક તેમની સાથે છે.

નીતિશ કુમાર સાથે મહાગઠબંધન

જેડીયુ નેતાઓએ કહ્યું કે તેઓ હંમેશા નીતીશ કુમારની સાથે રહેશે, પછી ભલે નિર્ણય કોઈ પણ હોય. ઉપરાંત મહા ગઠબંધનની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરજેડીના તમામ નેતાઓએ કહ્યું કે તમામ લોકો તેજસ્વી યાદવ અને તમારી સાથે છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ પણ કહ્યું કે તેઓ પણ તેજસ્વી યાદવના નિર્ણયનું સમર્થન કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch