Sat,04 May 2024,9:36 pm
Print
header

સુપ્રીમે ઇલેક્ટોરલ બોન્ડને લઇને SBI ની કાઢી ઝાટકણી, ખડગેએ કહ્યું મોદી સરકારે કાળાં કારનામા દબાવવાનો પ્રયાસ કર્યો..

મોદી સરકારે કાળાં કામો છુપાવવાનો પ્રયાસ કર્યોઃ મલ્લીકાર્જુન ખડગે

કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહારો

ભાજપે ગેરબંધારણીય રીતે ફંડ લીધુંઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે, હવે રાજકીય પાર્ટીઓને ખાસ કરીને ભાજપને મળતા ફંડ મામલે મોટા ખુલાસા થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે 12 માર્ચ સાંજ સુધીમાં એસબીઆઇ પાસે ડેટા માંગ્યો છે, એસબીઆઇએ સુપ્રીમની કાર્યવાહીથી બચવા અનેક પ્રયાસ કર્યાં છે, પરંતુ હવે સુપ્રીમે એસબીઆઇની ઝાટકણી કાઢી નાખી છે.

એસબીઆઈએ કોર્ટ પાસે 4 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવ્યાં છે અને આ મામલે જવાબ માંગ્યો છે.

SBI ના વકીલ હરીશ સાલ્વેએ ઇલેક્ટોરલ બોન્ડની જાણકારી આપવા માટે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. પરંતુ કોર્ટે કહ્યું છે આ બોન્ડના ખરીદદારોના નામો અને અન્ય ડેટા જમા કરાવો. કોર્ટે કંઇ પાર્ટીઓને કેટલું ફંડિગ મળ્યું છે, તેની માહિતી ચૂંટણી પંચને આપવા કહ્યું છે.

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, બધી માહિતી સીલબંધ કવરમાં છે અને તમારે (SBI) માત્ર સીલબંધ કવર ખોલીને વિવરણ આપવાનું છે. SBI તરફથી રજૂ થયેલા હરીશ સાલ્વેએ કહ્યું કે, બોન્ડ ખરીદવાની તારીખ સાથે બોન્ડનો નંબર અને તેનું વિવરણ આપવું પડશે. તેના પર CJIએ કહ્યું કે, 15 ફેબ્રુઆરીએ નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો,આજે 11 માર્ચ થઈ છે. અત્યાર સુધી તમે આ માહિતી કેમ નથી આપી.

- 30 જૂન સુધીનો સમય આપવાનો કોર્ટનો ઇનકાર
- જો આદેશનું પાલન નહીં થાય તો કોર્ટની અવમાનનાનો કેસ કરાશે
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ કુમાર ખારાની થઇ રહી છે ટીકા

ચૂંટણી બોન્ડની વેલિડિટીને સુપ્રીમ કોર્ટમાં પડકારનાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં અરજદાર ADRએ અવમાનની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી છે. પ્રશાંત ભૂષણે SCમાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે આ અવમાનનાનો સીધો કેસ છે.

આ કેસ પર 5 જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવાઇ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch