Fri,26 April 2024,11:41 am
Print
header

મ્યાંનમારની હાલત થઈ બેકાબૂઃ સુરક્ષાબળોએ ફૂંક્યું ગામ, 250 ઘર બળીને ખાખ થઇ ગયા

યંગૂનઃ મધ્ય મ્યાંમારમાં સુરક્ષાબળો અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ બાદ એક ગામને આગ ચાંપી દેવામાં આવી છે. જેમાં બે લોકોના મોત થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ કિન મા ગામના 200 થી 250 ઘરને સૈનિકોએ સળગાવી દીધી છે. સૈનિક શાસસનો વિરોધ કરી રહેલા સ્થાનિકો સાથે ટકરાવ બાદ આ ઘટના બની હતી. 

મ્યાંનમારના બ્રિટિશ રાજદૂત ડાંગ ચુગે હુમલાની નિંદા કરી છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું સૈનિકોએ માગવાયમાં આખા ગામને સળગાવી દીધું હોવાની ખબર છે. વડીલોએ જીવ ગુમાવ્યો છે. ફરી એક વાર સેનાનો ખૌફ જોવા મળ્યો છે અને  જનતા પ્રત્યે આ લોકોના મનમાં કોઇ સન્માન નથી. સરકારી ટેલિવેઝને ઉગ્રવાદીઓ પર ગામમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે. ફેબ્રુઆરીમાં સેનાએ આંગ સાંગ સૂ કીના નેતૃત્વ હેઠળની લોકતાંત્રિક સરકારને ઉથલાવી સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. જે બાદ ત્યાં સેના અને સ્થાનિકો વચ્ચે જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યકર્તાઓ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch