Fri,26 April 2024,6:45 am
Print
header

LRD પરીક્ષા માટેના નિયમોમાં કોઇ ફેરફાર નહીં, પરીક્ષામાં બેસવાની લાયકાત ધોરણ-12 પાસ જ રહેશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્ કરીને તેની લાયકાત ધોરણ-12ની જગ્યાએ ગ્રેજ્યુએટ કરી દેવામાં આવી હતી, બાદમાં આજે પાછો નિર્ણય રદ્દ કરીને ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની છૂટ અપાઇ છે, લાખો ઉમેદવારોના વિરોધ બાદ સરકારને આ નિર્ણય લેવો પડ્યો છે. ડે.સીએમ નીતિન પટેલે આ જાહેરાત કરી છ.

ત્યારે આ બધાની વચ્ચે અફવાઓ હતી કે લોકરક્ષકની ભરતીમાં પણ ધોરણ-12 પાસની જગ્યાએ હવે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે, જો કે આ માત્ર અફવાઓ હતી, લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે સ્પષ્ટતા કરી છે કે બોર્ડ દ્વારા કોઇ નવા નિયમો બનાવાયા નથી, ધોરણ-12 પાસ ઉમેદવારો લોકરક્ષકની પરીક્ષા આપી શકશે, છેલ્લે લેવાયેલી પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં જ આવશે અને તે વિભાગની વેબસાઇટ પર મુકવામાં આવશે, જેથી પરીક્ષા આપી ચુકેલા ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch